(ANI Photo)

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવાર, 22 માર્ચે એક ભીષણ આગમાં એક પેપરમીલ બળીને ખાખ થઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેને કાબુમાં લેવા માટે આર્મીના જવાનોની મદદ લેવી પડી હતી અને 19 કલાક પછી આગ કાબુમાં આવી હતી. ધ્રાંગધ્રા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સાંજે ૪.૧૫ વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈને ઈજા થઈ ન હતી.

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આગને કાબુમાં લેવા માટે ભારતીય સેનાની મદદ માંગી હતી. તેના જવાબમાં, ભારતીય સેનાની ટુકડી તાત્કાલિક ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશન પર તૈનાત તેની અગ્નિશામક ટીમો સાથે કાર્યવાહીમાં લાગી ગઈ હતી. આ કામગીરી માટે 70-80 આર્મી કર્મચારીઓ અને અગ્નિશામક સાધનો તૈનાત કરવામાં આવ્યા હતા.નાગરિકોના જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને નાગરિક વહીવટીતંત્રની મદદથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા,

પેપર મિલમાં રહેલા પેપરના રોલ, પૂંઠા સહિતનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, વિરમગામ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, બપોરે લાગેલી આગ હમણા સુધી કાબૂમાં ન આવતા ભારતીય સેનાની મદદ લેવામાં આવી છે. જોકે, 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ આગ કાબૂમાં આવી હતી.

 

LEAVE A REPLY