અમેરિકાના ફ્લોરિડામાં કોલેજની વિદ્યાર્થિની હત્યા અને તેની બહેન પર દુષ્કર્મ કરવાના આરોપમાં દોષિત ઠરેલા એક આરોપીને તાજેતરમાં મોતની સજા આપવામાં આવી હતી. આ બંને બહેનો કેમ્પિંગ ટ્રિપ પર ગઇ હતી ત્યારે આ ઘટના બની હતી, તેવું જેલના અધિકારીઓએ જણાવ્યું હતું. ફ્લોરિડા ડીપાર્ટમેન્ટ ઓફ કરેક્શન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 57 વર્ષીય લોરાન કોલને રાયફોર્ડની ફ્લોરિડા સ્ટેટ જેલમાં જીવલેણ ઇન્જેક્શન આપીને મોતની સજા આપવામાં આવી હતી.
ફેબ્રુઆરી 1994માં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીની 18 વર્ષીય વિદ્યાર્થિની હત્યા કરવા બદલ ડિસેમ્બર 1995માં કોલને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, તે ઓકાલા નેશનલ ફોરેસ્ટમાં તેની બહેન સાથે કેમ્પિંગ ટ્રીપ પર ગઇ હતી. આ ઉપરાંત કોલે જેની હત્યા કરી હતી તે વિદ્યાર્થિની મોટી બહેન પર સેક્સ્યુઅલ હુમલોના કેસમાં પણ તે દોષિત ઠર્યો હતો. કોલે તેને ઝાડ સાથે બાંધી દીધી હતી પરંતુ પરંતુ બીજા દિવસે તે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી હતી. કોલના એક સાગરિત વિલિયમ પોલને આ કેસમાં આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. દેશની સુપ્રીમ કોર્ટે ગુરુવારે કોઈપણ ટિપ્પણી કર્યા વગર કોલની મૃત્યુદંડ રોકવાની વિનંતીને ફગાવી હતી. તેણે વિનંતીમાં કહ્યું હતું કે, તેને પાર્કિન્સનની સમસ્યા છે અને આ જીવલેણ ઈન્જેક્શનથી “તેને બિનજરૂરી પીડા થઇ શકે છે.” આ વર્ષે અમેરિકામાં 13 લોકોને મોતની સજા થઈ છે. દેશના 23 રાજ્યોમાં મૃત્યુદંડને નાબૂદ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય છ રાજ્યો- એરિઝોના, કેલિફોર્નિયા, ઓહાયો, ઓરેગોન, પેન્સિલવેનિયા અને ટેનેસીમાં મૃત્યુદંડ પર મનાઇ ફરમાવવામાં આવી છે.

LEAVE A REPLY