FILE PHOTO- Salman Khan

નવી મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સુખાને હરિયાણાના પાણીપતમાંથી પકડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. નવી મુંબઈ લાવવામાં આવ્યા બાદ ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ વર્ષે જૂનમાંપોલીસે દાવો કર્યો હતો કે અભિનેતાને નવી મુંબઈમાં પનવેલ નજીકના તેના ફાર્મહાઉસના રસ્તા પર ટાર્ગેટ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. એપ્રિલ 2024માં મુંબઈમાં સલમાનખાનના બાંદ્રા નિવાસની બહાર ગોળીબાર થયો હતો. સલમાનખાને આ વર્ષની શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે તે માને છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેને અને તેના પરિવારના સભ્યોને મારવાના ઈરાદાથી તેના નિવાસસ્થાને ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પોલીસે એક ચાર્જશીટ દાખલ કરી હતી.

અભિનેતાએ પોલીસને જણાવ્યું હતું કે 2022માં તેની બિલ્ડિંગની સામેની બેન્ચ પર એક ધમકી પત્ર મળ્યો હતો, જ્યારે માર્ચ 2023માં તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઈમેલ ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગે ખાનની હિલચાલ પર દેખરેખ રાખવા માટે તેના બાંદ્રા નિવાસસ્થાન, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મના શૂટિંગ સ્થળોએ રેકી કરવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 60 થી 70 સભ્યોને તૈનાત કર્યા હતાં.

LEAVE A REPLY