હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યાના એક પછી ગુરુવારે બે પ્રધાનો, ધારાસભ્યો સહિત આશરે 33 નેતાઓએ ધડાધડ રાજીનામા ધરી દેતા પક્ષમાં મુશ્કેલીમાં આવી ગયો હતો. રાજ્યની નાયબ સિંહ સૈની સરકારમાં બે પ્રધાનોએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ભારતની સૌથી ધનિક મહિલા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સાવિત્રી જિંદાલ સહિતના નેતાઓએ બળવો કર્યો હતો. ધારાસભ્ય લક્ષ્મણ નાપા નવી દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા હતાં.

પક્ષમાં બળવા પછી મુખ્યપ્રધાન સૈનીએ ડેમેજ કંટ્રોલ ચાલુ કર્યું હતું. બીજી તરફ કેન્દ્રીય નેતૃત્વે થોભો અનેરાહ જોવાની નીતિ અપનાવી હતી, કારણ કે કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. બળવો કરનારાઓમાં રાજ્યના ઉર્જા પ્રધાન રણજીત સિંહ ચૌટાલા અને સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન બિશમ્બર સિંહ બાલ્મિકી, ભાજપ ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ કરણ દેવ કંબોજ, એક ભૂતપૂર્વ મંત્રી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ રાજ્ય મંત્રીઓ કવિતા જૈન અને સાવિત્રી જિંદાલ પણ બંડ પોકાર્યું હતું. કવિતા જૈને પાર્ટીને સોનીપતથી ચૂંટણી લડવાની ટિકિટ આપવા માટે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ભાજપના કુરુક્ષેત્રના સાંસદ નવીન જિંદાલની માતા અને ભારતની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં સ્થાન ધરાવતા સાવિત્રી જિંદાલે હિસારથી ચૂંટણી લડવાની ધમકી આપી હતી. હિસાર બેઠક પરથી ભાજપે વર્તમાન ધારાસભ્ય અને મંત્રી ડૉ. કમલ ગુપ્તાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે.

 

 

 

LEAVE A REPLY