ફાઇલ ફોટો . (ANI Photo)

મધ્યપ્રદેશની ભાજપ સરકારે સરકારી ગ્રાન્ટ મેળવતી મદરેસામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની ઓળખ ચકાસવા તથા માતા-પિતા અથવા વાલીઓની સંમતિ વિના તેમને ધાર્મિક શિક્ષણ આપવામાં ન આવે તેની ખાતરી કરવા આદેશ આપ્યો હતો. સરકારી ગ્રાન્ટ મેળવવા માટે ઘણા બિનમુસ્લિમ બાળકોને ખોટી રીતે પ્રવેશ આપવામાં આવતો હોવાના રીપોર્ટ પછી સરકારે આ કાર્યવાહી કરી હતી. જો મદરેસાઓ બિન મુસ્લિમોને મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપતી હશે તો તેમની માન્યતા રદ કરાશે.

અગાઉ રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન (NCPCR)એ જણાવ્યું હતું કે કેટલીક મદરેસાઓ વિદ્યાર્થીઓના નામ બનાવટી હોવાનું બહાર આવ્યું છે.

રાજ્ય સરકારે આદેશ જારી કરી અધિકારીઓને મધ્યપ્રદેશ મદરેસા બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત મદરેસામાં રૂબરુ જઈને ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો, જેથી ખાતરી કરી શકાય કે સરકારી અનુદાન મેળવવા માટે બાળકો (મુસ્લિમ અથવા બિન-મુસ્લિમ)ના નામ ખોટી રીતે નોંધાયેલા ન હોય. આદેશ મુજબ જો મદરેસામાં બાળકોના નામ છેતરપિંડીથી નોંધવામાં આવ્યા હશે તેમની ગ્રાન્ટ અટકાવવામાં આવશે, માન્યતા રદ કરાશે અને યોગ્ય દંડની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી કરાશે.

 

 

LEAVE A REPLY