ઇન્ડિયન એરલાઇન્સની શિકાગો જતી ફ્લાઇટ AI127ને બોંબની ધમકીને કારણે ડાઇવર્ટ કરાઈને કેનેડાના ઇકાલ્યુટ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. આ પછી કેનેડાની સરકારે આ ફ્લાઇટના ફસાયેલના મુસાફરોને શિકાગો પહોંચાડવા માટે કેનેડિયન એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવાની વિનંતીની સ્વીકારી હતી. ફ્લાઇટમાં 20 ક્રૂ મેમ્બર સહિત 211 મુસાફરો હતાં.
કેનેડાના ભૂતપૂર્વ પબ્લિક સેફ્ટી પ્રધાન બિલ બ્લેરે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બોંબની ધમકી પછી એર ઈન્ડિયાની ફ્લાઈટ 127નું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. આ પછી ફલાયેલા મુસાફરોને અમે શિકાગોમાં સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે કેનેડિયન એરફોર્સને એરલિફ્ટ પ્રદાન કરવાની વિનંતીને મંજૂર કરી છે.
બુધવારે એક નિવેદનમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે શિકાગો જતી ફ્લાઇટ AI127ને 15 ઓક્ટોબરે કેનેડાના ઇકાલ્યુટ એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ હતી. આ ફ્લાઇટના ફસાયેલા મુસાફરોને કેનેડિયન એરફોર્સના એરક્રાફ્ટમાં તેમના ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવ્યા હતા.
કેનેડાના ઇમર્જન્સી પ્રેપેર્ડનેસ પ્રધાન હરજીત સજ્જને જણાવ્યું હતું કે ઇકાલ્યુટ શહેર પરના દબાણને હળવું કરવા માટે ફસાયેલા મુસાફરોને ઉડાડવાની વિનંતીને મંજૂર કરાઈ હતી. આ શહેરમાં આટલા મુસાફરોને રાખી શકાય તેવી વ્યવસ્થા નથી. પરિવહન પ્રધાન અનિતા આનંદ સાથે પરામર્શ કર્યા પછી અને ઇમર્જન્સી પ્રધાન તરીકેની મારી ભૂમિકામાં મેં ઇકાલ્યુટ પરના દબાણને ઓછું કરવા અને મુસાફરોને શિકાગોમાં તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે મોકલવા માટે કેનેડિયન ફોર્સીસના સંસાધનોની વિનંતીને મંજૂર કરી છે
