(istockphoto.com)

ભારત અને પાકિસ્તાને બુધવારે દ્વિપક્ષીય સમજૂતિ હેઠળ પોતાના પરમાણુ મથકોની યાદીની આપલે કરી હતી. બંને દેશો વચ્ચેની સમજૂતી મુજબ તેઓ એકબીજાના પરમાણુ મથકો પર હુમલો કરી શકતા નથી.

ભારતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ યાદીની આપલે પરમાણુ મથકો અને સુવિધાઓ પર હુમલા કરવા પર પ્રતિબંધ એક સમજૂતની જોગવાઈ અંતર્ગત થઈ છે. આ યાદીની આપલે કાશ્મીર મુદ્દાની સાથે-સાથે સરહદ પાર આતંકવાદને લઈને બંને દેશોની વચ્ચે સંબધોમાં આવેલી કડવાશની વચ્ચે થઈ છે. આ સમજૂતિ પર 31 ડિસેમ્બર 1988ના દિવસે હસ્તાક્ષર થયા હતા, અને આ 27મી જાન્યુઆરી 1991એ લાગુ થઈ હતી. આ સમજૂતિ અંતર્ગત બંને દેશોએ પ્રતિ વર્ષે જાન્યુઆરીના પ્રથમ દિવસે સમજૂતિ અંતર્ગત આવનાર પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધા અંગે એકબીજાને જાણ કરવી અનિવાર્ય છે.

LEAVE A REPLY