(ANI Photo)

પર્થમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં સોમવારે ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનના જંગી રનથી હરાજીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને વિજય માટે 534 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 58.4 ઓવરમાં 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટેસ્ટમાં સુકાની જસપ્રીત બુમરાહએ 72 રન આપીને આઠ વિકેટ સાથે તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની ટીમ ધરાશાયી બની હતી. આ વિજયની સાથે ભારતે પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

આ જીતની સાથે ભારત 61.11 ટકા પોઈન્ટ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ટોચ પર પરત આવ્યું હતું. 1978માં સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં રનની દ્રષ્ટિએ ભારતે અગાઉ સૌથી મોટો વિજય મેળવ્યો હતો અને તે સમયે જીતનું માર્જિન 222 હતું.

યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને કેએલ રાહુલ બીજા દાવના મજબૂત બેટિંગ પ્રદર્શન સાથે મેચના હીરો બન્યા હતાં, પરંતુ બુમરાહની અવિશ્વસનીય કપ્તાની અને બોલિંગથી ભારતની જીતનો પાયો નખાયો હતો.

ભારતે રવિવારે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામે વિજય માટે 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ દિવસની રમતના અંતે 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ સ્ટાર ખેલાડી હતો કારણ કે તેણે 89 રન બનાવ્યા હતા. તેના સિવાય મિશેલ માર્શે 47 જ્યારે એલેક્સ કેરીએ 36 રન બનાવ્યા હતા.

ભારત તરફથી વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 30મી સદી ફટકારી હતી અને ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન (29 સદી)ને પાછળ છોડી દીધો હતી. કોહલી અને યશસ્વી જયસ્વાલ (161 રન)ની સદીના આધારે ભારતે 487/6 પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો.કોહલીએ 143 બોલમાં આઠ બાઉન્ડ્રી અને બે સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા.

ભારતીય ઇનિંગ્સમાં જયસ્વાલ-કોહલી ઉપરાંત નીતિશ રેડ્ડી 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. વોશિંગ્ટન સુંદરે 29 રન, દેવદત્ત પડિકલે 25 રન અને કેએલ રાહુલે 77 રન બનાવ્યા હતા. નાથન લાયનને 2 વિકેટ મળી હતી.

LEAVE A REPLY