(File picture) . (ANI Photo)

સંગીત ઉસ્તાદ એ.આર. રહેમાને લગ્નના લગભગ ત્રણ દાયકા પછી પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરતાં તેમના ચાહકો અને મનોરંજન ઉદ્યોગ સ્તબ્ધ થઈ ગયું હતું. દંપતીએ અલગ થવાના કારણ તરીકે સંબંધોમાં ભાવનાત્મક તાણનો ઉલ્લેખ કર્યો હતો.

રહેમાન અને સાયરાના વકીલે જાહેર નિવેદનમાં દંપતીએ તલાક લેવાનો નિર્ણય કર્યો છે. પત્નીના કહેવા પ્રમાણે તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે. જાહેર નિવેદન મુજબ દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે.

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતાં. દંપતીને ત્રણ બાળકો છે. તેમાં ખાતિજા, રહીમા, એ આર આમીનનો સમાવેશ થાય છે. રહેમાનની પુત્રી ખતિજા 28 વર્ષની છે. તેમના ત્રણેય બાળકોને સંગીત પ્રતિભા અને તેના પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો છે.

સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા, પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતાં.

LEAVE A REPLY