REUTERS/Mohammed Torokman

મક્કમાં આ વર્ષે ભીષણ ગરમી વચ્ચે ભારતના 68 સહિત વિવિધ દેશોના ઓછામાં ઓછા 900 હજયાત્રીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં ઓછામાં ઓછા 600 ઇજિપ્તવાસીઓ હતાં, જેમાંથી મોટાભાગના લોકો ગરમીથી સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામ્યા હતા, એમ આરબ રાજદ્વારીઓએ જણાવ્યું હતું.

સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે હજ યાત્રા દરમિયાન 68 ભારતીય નાગરિકોના મોત નીપજ્યા હતાં. અમે લગભગ 68 મૃતકોની પુષ્ટિ કરી છે… કેટલાક કુદરતી કારણોસર મોત થયા છે અને ઘણા વૃદ્ધો પણ હતાં.

ઇજિપ્ત ઉપરાંત, જોર્ડન, ઇન્ડોનેશિયા, ઇરાન, સેનેગલ, ટ્યુનિશિયા અને ઇરાકના સ્વાયત્ત કુર્દિસ્તાન પ્રદેશના હજયાત્રીઓના પણ મોત થયા છે. જોકે ઘણા કિસ્સાઓમાં સત્તાવાળાઓએ કારણ સ્પષ્ટ કર્યું નથી.

એએફપીના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ મૃત્યુઆંક 922 છે. રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે મક્કાના અલ-મુઆસેમના શબઘરમાં કુલ 550 મૃતદેહો હતા. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અભ્યાસ અનુસાર ક્લામેઇટ ચેન્જથી હજયાત્રા વધુને વધુ પ્રભાવિત થઈ રહી છે, ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ત્યાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ (0.72 ડિગ્રી ફેરનહીટ) વધી રહ્યું છે .સોમવારે મક્કામાં ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ (125 ફેરનહીટ) પર પહોંચ્યું હતું.

અગાઉ મંગળવારે, ઇજિપ્તના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કૈરો હજ દરમિયાન ગુમ થયેલા ઇજિપ્તવાસીઓ માટે સર્ચ ઓપરેશનમાં સાઉદી અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યું છે.સાઉદી સત્તાવાળાઓએ હીટટ્રેસથી પીડિત 2,000થી વધુ યાત્રાળુઓની સારવાર કરી હોવાની માહિતી આપી હતી. ગયા વર્ષે વિવિધ દેશોના ઓછામાં ઓછા 240 હજયાત્રીઓના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયન હતા.આ વર્ષથી વિશ્વભરમાંથી આશરે 1.8 મિલિયન લોકો હજયાત્રા કરી રહ્યાં છે.

LEAVE A REPLY