એક મીડિયા રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વીમા ક્ષેત્રની મોટી નવ કંપનીઓ સ્ટોક માર્કેટમાં ઉતરવા માટે આતુર છે. એચડીએફસી અર્ગો અને એસબીઆઇ જનરલ સહિત નવ વીમા કંપનીઓએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ને ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે તેમની યોજના રીપોર્ટ સુપરત કર્યો છે.
IRDAI દ્વારા તેમને મંજૂરી મળ્યા પછી તેમણે રીપોર્ટ સુપરત કરેલ છે. જોકે અત્યારે લિસ્ટિંગ ફરજિયાત નથી, ઓથોરિટી વીમા કંપનીઓને બજારમાં જવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી તેમને કોર્પોરેટ ગવર્નન્સને સુધારવામાં અને ભંડોળ એકત્ર કરવામાં પણ મદદ મળશે.
કહેવાય છે કે, 10 મોટી વીમા કંપનીઓએ IRDAI ને તેમનો લિસ્ટિંગ રીપોર્ટ સુપરત કરવાનો હતો. તેમાં બજાજ આલિયાન્ઝ લાઇફ, બજાજ આલિયાન્ઝ જનરલ, તાતા AIA અને તાતા AIG જનરલ ઇન્શ્યોરન્સનો સમાવેશ થાય છે, તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધીમાં તેમના આયોજનો રજૂ કરવાના હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, નવ કંપનીઓએ રીપોર્ટ રજૂ કરેલ છે અને એક કંપનીએ તેને રજૂ કરવા માટે આ મહિનાના અંત સુધીનો વધારાના સમયની માગણી કરી છે.

LEAVE A REPLY