REUTERS/Dawoud Abu Alkas

ઇઝરાયેલે શનિવારે રાત્રે અને રવિવારે ઉત્તર ગાઝા પટ્ટીના સંખ્યાબંધ મકાનો પર કરેલા ભીષણ હુમલાઓમાં ઓછામાં 87 લોકોના મોત થયા હતાં. બેઇત લાહિયા શહેર પર થયેલા હુમલામાં બીજા 40 લોકો ઘાયલ થયાં હતાં. ઇઝરાયેલે ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન આ શહેરને પ્રથમ વખત ટાર્ગેટ બનાવ્યું હતું, એમ પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

બેઇત લાહિયા શહેર પરના હુમલા અંગે ઇઝરાયેલી આર્મીએ તાકીદે કોઇ ટીપ્પણી કરી ન હતી. જોકે તેને જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં હવાઇ હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે.રહીમ ખેડર નામના આરોગ્ય કર્મચારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં બે માતા-પિતા અને તેમના ચાર બાળકો તથા એક મહિલા, તેનો પુત્ર અને તેની પુત્રવધૂ અને તેમના ચાર બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલના હવાઇ હુમલામાં એક બહુમાળી ઈમારત અને ઓછામાં ઓછા ચાર મકાનો ધરાશાયી થયા હતાં.

આરોગ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ મૌનીર અલ-બુર્શે જણાવ્યું હતું કે હોસ્પિટલો ઘાયલ લોકોથી ઊભરાઈ ગઈ હતી. તેનાથી ઉત્તર ગાઝામાં આરોગ્ય સંભાળ પ્રણાલી સામે મોટો પડકાર ઊભો થયો હતો.

ઉત્તરી ગાઝામાં શનિવારની સાંજે ઈન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ ગઈ હતી અને તે રવિવાર સુધી ચાલુ થઈ ન હતી. તેનાથી હુમલા વિશે માહિતી મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. ઇઝરાયેલ છેલ્લા બે અઠવાડિયાથી ઉત્તરી ગાઝામાં પણ જબાલિયા શરણાર્થી શિબિરમાં એક મોટું ઓપરેશન ચલાવી રહ્યું છે. સૈન્યનું કહેવું છે કે તેને હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું જેઓ ત્યાં ફરી એકઠા થયા હતાં. 7 ઓક્ટોબર 2023 પછીથી પેલેસ્ટાઇન પરના ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 42,000 લોકોનો મોત થયા છે. યુદ્ધથા ગાઝાના મોટા ભાગના વિસ્તારો ખંડેર બન્યાં છે અને 23 લાખની વસ્તીમાંથી લગભગ 90% લોકો વિસ્થાપિત થયા છે.

LEAVE A REPLY