ભારતીય ક્રિકેટ બોર્ડે રવિવારે (21 જુલાઈ) જાહેરાત કરી હતી કે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને પેરિસ ઓલિમ્પિક્સમાં ખર્ચમાં મદદરૂપ થવા રૂ. 8.5 કરોડની જંગી સહાય કરશે.
આ જાહેરાત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા કરી હતી. જય શાહે લખ્યું હતું કે, “મને આ જાહેરાત કરતાં ગર્વ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા દેશના શ્રેષ્ઠ એથ્લેટ્સને સપોર્ટ કરશે. અમે આ ઓલિમ્પિક્સ માટે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને 8.5 કરોડ રૂપિયાની સહાય આપી રહ્યા છીએ.