FILE-TIGER

પર્યાવરણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, 2021થી શિકાર અને હુમલા સહિતના અકુદરતી કારણોસર 71 વાઘના મોત થયા છે. 2021 પછી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 20, મહારાષ્ટ્ર 15 અને કર્ણાટકમાં 4 વાઘના મોત થયા હતા. દેશમાં વાઘની વસ્તી વાર્ષિક 6 ટકાના દરે વધી રહી છે

લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે 2021માં 20 વાઘના મૃત્યુ નોંધાયા હતાં, જ્યારે 2022માં 25 વાઘના મોત થયા હતા. 2023માં, 25 વાઘના મૃત્યુ નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં અકુદરતી કારણોસર એક જાનહાનિને ​​પુષ્ટિ મળી છે.

2022માં કરાયેલા ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટિમેશન મુજબ દેશમાં વાઘની સંખ્યા 3,682 હોવાનો અંદાજ છે. 2018માં તે 2,967 હતી અને 2014માં 2,226 હતી.

LEAVE A REPLY