કેનેડામાં આશરે સાત લાખ વિદેશી વિદાર્થીઓએ નવા વર્ષમાં દેશ છોડવો પડે તેવું જોખમ ઊભું થયું છે. ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે તાજેતરમાં કોમન્સ ઇમિગ્રેશન સમિતિને જણાવ્યું હતું કે 2025ના અંત સુધીમાં લગભગ 50 લાખ કામચલાઉ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની છે, કેનેડિયન ઇમિગ્રેશન સત્તાવાળાઓ અપેક્ષા છે કે આમાંથી મોટા ભાગના લોકો સ્વેચ્છાએ દેશ છોડી દેશે. પરમીટ પૂરી થઈ રહી છે તેમાં 766,000 વિદેશી વિદ્યાર્થીઓ છે, જે કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં તાજેતરના ફેરફારથી પરેશાન છે.
જોકે તમામ ટેમ્પરરી રેસિડેન્ટે દેશ છોડવાની જરૂર રહેશે નહીં. મિલરે જણાવ્યું હતું કે કેટલાકની પરમિટ રિન્યુ થશે અથવા અનુસ્નાતક વર્ક પરમિટ મળશે. આવી પરમિટ, સામાન્ય રીતે નવ મહિનાથી ત્રણ વર્ષ માટે જારી કરવામાં આવે છે.
ઈમિગ્રેશન વિભાગના આંકડા દર્શાવે છે કે મે 2023 સુધીમાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં હતા. તેમાંથી 396,235 વિદ્યાર્થીઓ 2023ના અંત સુધીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWPs) ધરાવે છે. આગામી એક વર્ષમાં લાખો PGWPs સમાપ્ત થવાની છે. તેથી કડક ઇમિગ્રેશન નીતિ વચ્ચે વિદ્યાર્થીઓને કાયમી રહેઠાણ માટે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ વર્ષે ઓગસ્ટથી, બ્રેમ્પટનમાં પંજાબના વિદ્યાર્થીઓ કેનેડાની બદલાતી જતી નીતિનો વિરોધ