Five people died after being crushed under the tires of a bus in Kalol
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના પાટણ જિલ્લામાં ગુરુવારે રાજ્ય પરિવહન નિગમની બસ સાથે ઓટોરિક્ષા અથડાતાં ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલા છ લોકોના થયાં હતાં. સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સમી-રાધનપુર હાઇવે પર સમી ગામ પાસે આ અકસ્માત થયો હતો.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાયીએ જણાવ્યું હતું કે રાજ્ય પરિવહનની બસ હિંમતનગરથી કચ્છ તરફ જઈ રહી હતી, જ્યારે રિક્ષા વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું હતું. ઓટોરિક્ષામાં સવાર તમામ છ વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રિક્ષાના ડ્રાઇવરનું પણ મોત થયું હતું. ટક્કર એટલી તીવ્ર હતી કે ઓટોરિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે બસના ડ્રાઇવરે બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસના વ્હીલ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. રીક્ષામાં સવાર બાબુભાઈ ફૂલવાદી, કાંતાબેન ફૂલવાદી, ઇશ્વરભાઇ ફૂલવાદી, તારાબેન ફૂલવાદી, નરેશભાઈ ફૂલવાદી અને સાયરાબેન ફૂલવાદી સહિતના તમામ 6 લોકોના મોત નીપજયા હતાં. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

LEAVE A REPLY