ભારતમાંથી વિઝા અરજીઓએ સંખ્યા આખરે 2024માં કોવિડ પહેલાના સ્તરને વટાવી ગઈ હતી. ગયા વર્ષ કુલ 67.6 લાખ વીઝા અરજીઓ થઈ હતી, એમ વિઝા સોર્સિંગ એન્ડ ટેકનોલોજી સર્વિસ પ્રોવાઇડર VFS ગ્લોબલે સોમવારે જણાવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના પહેલા એટલે કે 2019માં ભારતમાં લગભગ 65 લાખ વિઝા અરજી થઈ હતી. આ આંકડા ઘણા વર્ષો પછી ફરી હાંસલ કરી શકાયો છે.
VFSએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મોટાભાગે ભારતીયોએ કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, નેધરલેન્ડ્સ, સ્વીટ્ઝરલેન્ડ, સાઉદી અરેબિયા, યુએસ અને યુકેમાં જવા માટે વિઝા માંગ્યા હતાં.
સરકારના ડેટા મુજબ 2024માં આશરે 3 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. આ સંખ્યા 2023 કરતા 8.4 ટકા અને 2019 કરતા 12.3 ટકા વધારે છે. 2023માં 2.8 કરોડ અને વર્ષ 2019માં 2.7 ટકા લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ડેટા મુજબ 2024માં લગભગ 96.6 લાખ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતાં. જે સંખ્યા 2023 કરતા 1.4 ટકા વધુ છે. વર્ષ 2023માં 95.2 ટકા વિદેશીઓ ભારત પ્રવાસે આવ્યા હતા. જોકે, 2023માં ભારત આવેલા વિદેશીઓની સંખ્યા વર્ષ 2019 કરતા 11.6 ટકા ઓછી છે. વર્ષ 2019માં 1.1 કરોડ વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી.
