એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન વોટ (APIAVote) અને એએપીઆઇ ડેટાએ એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડરના વયસ્ક ઉંમર લોકોના કરેલા સર્વેના તારણો જાહેર કર્યા છે. પ્રેસિડેન્ટ જો બાઇડેન પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાંથી બહાર થયા પછી અને વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ ડેમોક્રેટિક ઉમેદવાર જાહેર થયા પછીનો આ પ્રથમ સર્વે છે. શિકાગો યુનિવર્સિટીમાં NORC દ્વારા કરવામાં આવેલ સર્વેમાં, જુલાઈમાં સંસ્થાના દ્વિવાર્ષિક એશિયન અમેરિકન વોટર સર્વેના જાહેર થયા પછી એશિયન અમેરિકન મતદારોમાં પ્રેસિડેન્ટ પદના ડેમોક્રેટિક ઉમેદવાર માટેના સમર્થનમાં નાટ્યાત્મક વધારો દર્શાવે છે. 66 ટકા એશિયન અમેરિકન મતદારો વાઇસ પ્રેસિડેન્ટ હેરિસને મત આપવાનું વિચારે છે, જ્યારે 28 ટકા લોકો ટ્રમ્પના સમર્થનમાં છે. જ્યારે 6 ટકા લોકો આ મુદ્દે અનિર્ણિત છે.
38 ટકા એશિયન અમેરિકન મતદારો કહે છે કે હેરિસની મહિલા તરીકેની ઓળખ તેમના માટે “ખૂબ” જ મહત્વની છે, જ્યારે 27 ટકા લોકો એશિયન ઇન્ડિયન અથવા સાઉથ એશિયન તરીકેની તેમની ઓળખ વિશે એવો જ અભિપ્રાય આપી રહ્યા છે. છેલ્લાં બે દાયકામાં એશિયન અમેરિકનો દેશમાં યોગ્યતા ધરાવતા મતદારો તરીકે ઝડપથી વિકસતો સમુદાય છે. છેલ્લા ચાર વર્ષમાં તેમાં 15 ટકાનો વધારો થયો છે અને 2016થી તેઓ દરેક ફેડરલ ચૂંટણીમાં વિક્રમજનક સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. 2020ની ચૂંટણીમાં, એશિયન અમેરિકન મતદારોમાં ઉછાળો નોંધાયો હતો, ખાસ તો જેઓ પ્રથમવાર મતદાન કરી રહ્યા હતા, તેઓ મહત્ત્વના રાજયોમાં બાઇડેનના વિજય માટે નિર્ણાયક હતા.
વાઇસ પ્રેસિડેન્ટની પસંદગીના મુદ્દે એશિયન અમેરિકન મતદારોમાં 56 ટકા લોકો ટિમ વોલ્ઝની તરફેણમાં છે, જ્યારે 18 ટકા લોકો ડેમોક્રેટિક ઉમેદવારની વિરુદ્ધનો અભિપ્રાય ધરાવે છે. 26 ટકા લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી.

77 ટકા એશિયન અમેરિકન મતદારોએ કહ્યું કે તેઓ 2024ની ચૂંટણીમાં મતદાન કરવા માટે “ચોક્કસ નિશ્ચિત” છે, જે એપ્રિલ-મે મહિનામાં કરવામાં આવેલા 2024 AAVSમાં 68 ટકાથી વધુ છે.

LEAVE A REPLY