Five people died after being crushed under the tires of a bus in Kalol
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક મંગળવાર, 17 ડિસેમ્બરની વહેલી સવારે લક્ઝરી બસ અને ડ્રમ્પર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત થયાં હતાં અને બીજા 15 ઘાયલ થયાં હતાં. કેટલાંક ઇજાગ્રસ્તની હાલત ગંભીર હતી. બસ ભાવનગરથી મહુવા તરફ જઈ રહી હતી, ત્યારે સવારે 6 વાગ્યે ત્રાપજ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર બસ અથડાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર 6 લોકોના મોત થયા હતાં અને 15થી વધુ લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તળાજા અને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબમાં મૃતકોમાં ગોવિંદ કવાડ (ઉં.વ. 4), તમન્ના કવાડ (ઉં.વ. 7), જયશ્રી નકુમ (ઉં.વ. 38), ખુશીબેન બારૈયા (ઉં.વ. 8), ચતુરાબેન હડિયા (ઉં.વ. 45) છગનભાઇ (ઉં.વ. 45)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY