2005 અને 2021 વચ્ચે સુરક્ષા દળોએ દાયકાઓથી ચાલતા આતંકવાદને નાબૂદ કર્યા પછી જમ્મુ પ્રદેશ પ્રમાણમાં શાંતિપૂર્ણ રહ્યો હતો. જોકે છેલ્લા મહિનામાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. અગાઉ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નવ લોકોના મોત અને 40 ઘાયલ થયાં હતાં.
2021થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 52 સુરક્ષા કર્મચારીઓ સહિત 70થી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગના જાનહાનિ રાજૌરી અને પૂંચ જિલ્લાના થઈ છે. આ સમયગાળામાં આ પ્રદેશમાંથી 54 આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યાં હતાં.