લેબનોનમાં હિઝબુલ્લા ત્રાસવાદી સંગઠનને ટાર્ગેટ બનાવીને ઇઝરાયેલે કરેલા ભીષણ હવાઇ હુમલામાં સોમવાર રાત્રે, 25 ડિસેમ્બર સુધીમાં ઓછામાં 492 લોકોનો મોત થયા હતા અને 1600થી વધુ ઘાયલ થયા હતા. મૃતકોમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે, એમ લેબનોના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ગાઝા યુદ્ધ શરૂ થયા પછી સોમવારના લેબનોન પરના હુમલા સૌથી ભીષણ હતા. તેની આરબ રાજ્યો અને અન્ય દેશોએ આકરી નિદા કરી હતી.
ઇઝરાયલે લેબનોનમાં 300થી વધુ મિસાઇલો છોડી હતી. 2006માં ઇઝરાયલ-લેબનોન યુદ્ધ બાદ લેબનોન પર આ સૌથી મોટો હુમલો હતો. લેબનોનમાં બુધવાર, 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. લોકો સલામત સ્થળે જતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક શહેરોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સમગ્ર લેબનોનમાં શ્રેણીબદ્ધ પેજર અને વોકીટોકી વિસ્ફોટો પછી આ હુમલા થયા હતા. અગાઉના શ્રેણીબદ્ધબંધ હુમલામાં 39ના મોત અને આશરે 3,000 લોકો ઘાયલ થયા હતા.
લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં લગભગ 500 લોકો માર્યા ગયાના કલાકો પછી, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનોનના લોકો માટે એક સંદેશ જારીને કરીને તેમને હિઝબોલ્લાહ માટે “માનવ ઢાલ” ન બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલનું યુદ્ધ લેબનીઝ લોકો સાથે નથી, પરંતુ હિઝબુલ્લાહ સાથે છે. મારો લેબનોનના લોકો માટે એક સંદેશ છે: ઇઝરાયેલનું યુદ્ધ તમારી સાથે નથી, તે હિઝબુલ્લાહ સાથે છે. ઘણા લાંબા સમયથી, હિઝબુલ્લાહ તમારો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેને તમારા લિવિંગ રૂમમાં રોકેટ અને તમારા ગેરેજમાં મિસાઇલો મૂક્યા છે. તે રોકેટ અને મિસાઇલોનો ટાર્ગેટ સીધો આપણા શહેરો પર છે, નાગરિકોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવા માટે આપણે તે શસ્ત્રો દૂર પડશે.