REUTERS/Christian Mang

જર્મનીના મેગ્ડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં શુક્રવારે થયેલા કાર હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને આશરે 60 લોકોને ઇજા થઈ હતી. આ હુમલામાં ભારતના સાત નાગરિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યાં હતા. આમાંથી ત્રણને હોસ્પિટલમાંથી સારવાર પછી રજા અપાઈ હતી. ભારતીય દુતાવાસ ઘાયલ થયેલા લોકોના સંપર્કમાં છે.

ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં થયેલા ભયાનક હુમલાની નિંદા કરે છે.અમારું મિશન ઘાયલ થયેલા ભારતીયો તેમજ તેમના પરિવારોના સંપર્કમાં છે અને તમામ શક્ય સહાયતા પ્રદાન કરી રહ્યું છે

જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે “ભયંકર, પાગલ” હુમલાની નિંદા કરી હતી જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને રાષ્ટ્રને આંચકો લાગ્યો હતો. ક્રિસમસના દિવસો પહેલા અને બર્લિનમાં ક્રિસમસ માર્કેટમાં એક જેહાદીએ ટ્રક ચલાવ્યાના આઠ વર્ષ પછી આ હુમલો થયો હતો.

હુમલાખોર સાઉદી નાગરિક હતો અને કટ્ટર ઇસ્લામ વિરોધી વિચારસણી ધરાવે છે. તે જર્મનીની ઇમિગ્રેશન નીતિથી નારાજ હતો. આરોપી તાલેબ અલ-અબ્દુલમોહસેન શુક્રવારે ગીચ ભીડમાંથી એક એસયુવી હાઇ સ્પીડમાં ચલાવી હતી, જેમાં પૂર્વીય શહેર મેગડેબર્ગમાં 205 લોકોને ઇજા પહોંચી હતી.

LEAVE A REPLY