કેનેડાના ટોરોન્ટોમાં ગુરુવાર, 24 ઓક્ટોબરે વહેલી સવારે ચેરી સ્ટ્રીટ પર લેક શોર બુલવર્ડ નજીક ટેસ્લા કાર પિલાર સાથે અથડાતા ચાર ગુજરાતીના મોત થયા હતાં અને એકને ઇજા થઈ હતી. મીડિયા રીપોર્ટ મુજબ મૃતકોમાં કેતા ગોહિલ (30), નિલ ગોહિલ (26)નો સમાવેશ થાય છે, જેઓ બંને ગુજરાતના મૂળ દાહોદના છે અને બંને ભાઈ બહેન હતા.
જ્યારે અન્ય એક મૃતકની ઓળખ આણંદ જિલ્લાના બોરસદના જયરાજ સિંહ સિસોદિયા તરીકે થઇ હતી, જે બોરસદના જ ભૂતપૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમારનો ભાણેજ હોવાનું માનવામાં આવે છે. ચોથો મૃતક દિગ્વિજય પટેલ છે.
બ્રામ્પટનમાં રહેતું આ ગ્રુપ રાત્રિભોજન કરીને કારમાં ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત નોંધાયો હતો.
ટોરોન્ટો પોલીસ ડ્યુટી ઈન્સ્પે.એ જણાવ્યું હતું કેર ત્રણ પુરુષો અને બે મહિલાઓ સાથેની ટેસ્લા લેક શોર પર પૂર્વ તરફ ઝડપભેર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ગાર્ડ રેલ સાથે અથડાઈ હતી આ પછી કાર કોંક્રીટના થાંભલામાં સાથે અથડાઈ હતી અને તેમાં આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અગ્નિશામકો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કાર સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ હતી. આગ ઓલવાઈ ગયા પછી, અગ્નિશામકોએ કારની અંદર ચાર લોકોને બહાર કાઢ્યા હતા ચારેયને ઘટના સ્થળે મૃત જાહેર કરાયા હતા. મૃતકોની ઉંમદર 20 અને 30ની વચ્ચે હતી.
કારમાં સવાર લોકોમાં કેતબા ગોહિલ (29) અને તેનો ભાઈ નીલરાજ ગોહિલ (25)નો સમાવેશ થતો હતો. કેતબા લગભગ છ વર્ષ પહેલા કેનેડા ગયા હતાં અને ત્યાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતાં હતા. નીલરાજ જાન્યુઆરીમાં ત્યાં ગયો હતો. આ અકસ્માતમાં એક યુવતીનો બચાવ થયો હતો, કારણ કે રસ્તા પર એક પ્રવાસી દ્વારા સમયસર તેને કારમાંથી બહાર કાઢવામાં આવી હતી.