પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં બે મહિનાની લગ્નસરાની મોસમમાં આશરે 35 લાખ લગ્ન થવાનો અને તેની પાછળ આશે રૂ.4.25 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના એક અહેવાલ મુજબ, ભારતમાં નવેમ્બરથી ડિસેમ્બરના મધ્યમાં 35 લાખ લગ્નો યોજાવાની ધારણા છે.

પ્રભુદાસ લીલાધરના ‘બેન્ડ, બાજા, બારાત અને બજારો’ નામના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઉદ્યોગને ₹4.25 લાખ કરોડનો ખર્ચ થવાની ધારણા છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 32 લાખ લગ્નો થયા હતા.

ભારતમાં વેડિંગ ઈન્ડસ્ટ્રીને ક્યારેય મંદી નડતી નથી અને દર વર્ષે તેના કદમાં વધારો થાય છે. બેન્ડ, બાજા, બારાત અને માર્કેટ્સ રીપોર્ટ મુજબ ભારતની વેડિંગ ઈન્ડસ્ટ્રીનું કદ 130 અબજ ડોલર છે. સીએઆઈટીના રિપોર્ટ અનુસાર ભારત એ દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી વેડિંગ ઈન્ડસ્ટ્રી ધરાવે છે. નવેમ્બરથી લઈને ડિસેમ્બરના મધ્ય સુધી હવે લગ્નો જોવા મળશે. સીએઆઈટીના સરવે મુજબ 15 જાન્યુઆરીથી 15 જુલાઈ વચ્ચે ભારતમાં 42 લાખ મેરેજ થયા હતા જેમાં 5.50 લાખ કરોડનો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો હતો.

પ્રભુદાસ લીલાધરનો રિપોર્ટ કહે છે કે તાજેતરમાં ગોલ્ડની ઈમ્પોર્ટ પરની ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવી તેના કારણે આખા દેશમાં સોનાની ખરીદીને વેગ મળે તેવી શક્યતા છે.

વિવિધ રીપોર્ટના તારણ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ એક કરોડ લગ્ન થાય છે જેમાં લોકો 130 અબજ ડોલરનો અંદાજિત ખર્ચ કરે છે. ભારતની અંદર તમામ સેક્ટર સાથે સરખામણી કરવામાં આવે તો વેડિંગ સેક્ટર ચોથા નંબર પર આવે છે.

LEAVE A REPLY