અમેરિકાથી દેશનિકાલ કરાયેલા બાળકો સહિતના 33 ગુજરાતી ઇમિગ્રન્ટ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ તેમને પોલીસ વ્હિકલમાં બેસાડીને તેમના સંબંધિત વતનમાં લઈ જવામાં આવ્યા હતા.(PTI Photo)

યુએસથી દેશનિકાલ કરાયેલા ગુજરાતના 33 લોકો સાથેની બે ફ્લાઇટ્સ સોમવાર, 17 ફેબ્રુઆરીએ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અમેરિકાએ 6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં કુલ 74 ગુજરાતીઓનો દેશનિકાલ કર્યો છે અને તેઓ ગુજરાતમાં આવી ગયા છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલાએ જણાવ્યું હતું કે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા બાળકો સહિતના 33 ગુજરાતી ઇમિગ્રન્ટ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ તેમને પોલીસ વ્હિકલમાં બેસાડીને તેમના સંબંધિત વતનમાં લઈ જવામાં આવ્યા હતા. મહેસાણાના બે અને ગાંધીનગરના એક એમ ત્રણ ઇમિગ્રન્ટ્સ બપોરે 12 વાગ્યા અમદાવાદ પહોંચ્યા હતા. જ્યારે બાકીના 30 ગુજરાતીઓ બીજી ફ્લાઇટ્સમાં બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.

દેશનિકાલ કરાયેલા લોકોને તેમના વતન સુધી પહોંચાડવા માટે પોલીસ વાહનો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતાં.

અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ, ગુજરાતના આઠ વ્યક્તિઓને લઈને એક વિમાન અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. પોલીસના વાહનોમાં તેઓને ઝડપથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા હતાં.6 ફેબ્રુઆરીના રોજ, ગુજરાતના 33 લોકો સાથેનું વિમાન અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું હતું. આ લોકો મોટાભાગે મહેસાણા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના રહેવાસી હતી.

LEAVE A REPLY