છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર આજે એસટીએફના જવાનો સાથે થયેલી અથડામણમાં 31 નક્સલવાદીઓને ઠાર મરાયા છે. આ એન્કાઉન્ટરમાં બે જવાનો પણ શહીદ થયા છે અને બે જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઠાર મરાયેલા નક્સલીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
બસ્તરના આઈજી સુંદરરાજ પી દ્વારા એન્કાઉન્ટરની પુષ્ટિ કરવામાં આવી હતી. બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, આ નકસલીઓની હાજરી અંગે માહિતી મળી હતી, જેના પગલે સેનાને ત્યાં મોકલવામાં આવી હતી. આજે સવારથી જ સમયાંતરે ફાયરિંગ ચાલુ છે. બીજાપુર ડીઆરજી, એસટીએફ અને બસ્તર ફાઇટર્સના જવાનોએ નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. ઘાયલ બંને જવાનોની હાલત જોખમની બહાર છે.

LEAVE A REPLY