એનડીએ સરકાર અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા વચ્ચે સંઘ સાથે જોડાયેલા એક સહિત ત્રણ મુસ્લિમ સંગઠનોએ સંસદીય પેનલ સમક્ષ વકફ કાયદામાં સૂચિત સુધારાને ટેકો જાહેર કર્યો છે. ત્રણ મુસ્લિમ સંગઠનો – ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલ, આરએસએસ-સંલગ્ન રાષ્ટ્રીય મુસ્લિમ મંચ અને એનજીઓ ભારત ફર્સ્ટ દ્વારા વકફ (સુધારા) બિલ પરની સંયુક્ત સમિતિ સમક્ષ અલગ-અલગ રજૂઆતો કરવામાં આવી હતી. કેટલાક વિપક્ષી સભ્યોએ તેમના દાવાઓમાં ખામીઓ જણાવી હતી. કમિટીમાં શિવસેનાના સભ્ય નરેશ મ્હાસ્કેએ વિરોધ પક્ષોને એવું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે તેમણે સામેના પક્ષનો અભિપ્રાય પણ સાંભળવા માટે તૈયાર હોવા જોઇએે. જોકે આ ભલામણ બાદ એનડીએ અને વિરોધ પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

દેશમાં વકફ બોર્ડ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વકફ બોર્ડ દ્વારા જમીન પચાવી પાડવાના રાજકારણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. દિલ્હીમાં આવેલા છ મંદિરો પર વકફ બોર્ડે પોતાનો દાવો કર્યો છે. આઘાતરૂપ બાબત એ છે કે, વકફ બોર્ડે જે મંદિરો પર પોતાનો દાવો કર્યો છે, તે પૈકીના કેટલાંક મંદિરો તો વકફ બોર્ડની રચના કરતાં પણ જૂના છે. વકફ બોર્ડના આ દાવાનો ખુલાસો લઘુમતી પંચના રીપોર્ટને લીધે થયો છે. આ રીપોર્ટ 2019માં આવ્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે, દિલ્હીના ઘણાં મંદિરો વકફ બોર્ડની જમીન પર બનેલાં છે.

 

LEAVE A REPLY