પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં કાનૂની ઇમિગ્રન્ટ્સના આશરે 2,50,000થી વધુ બાળકો આશાનું કોઇ કિરણ દેખાઈ રહ્યું છે અને તેમના દેશનિકાલનું જોખમ ઊભું થયું છે. આમાંથી ઘણા બધા બાળકો ઇન્ડિયન અમેરિકનોના છે. ‘ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ’ તરીકે ઓળખાતા આ બાળકો અસ્થાયી વર્ક વિઝા પર તેમના માતા-પિતા સાથે અમેરિકામાં આવ્યાં હતાં, પરંતુ હવે તેઓ 21 વર્ષના થઈ ગયા હોવાથી તેમને આશ્રિત દરજ્જો ગુમાવ્યો છે. તેથી તેમના માટે આ જોખમ ઊભું થયું છે, એમ એક અભ્યાસમાં જણાવાયું હતું.

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)એ યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) ડેટાનો 2 નવેમ્બર સુધી અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં જાણવા મળ્યું છે કે આશ્રિતો સહિત 12 લાખથી વધુ ભારતીયો હાલમાં EB-1, EB-2 અને EB-3 કેટેગરી હેઠળ  ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. આ સંખ્યા ફોર્બ્સના રિપોર્ટ આધારિત છે.

ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA)એ હેઠળ જે અવિવાહિત હોય અને 21 વર્ષથી ઓછી ઉંમરના હોય તેમને બાળક ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ બાળક તરીકે કાયદેસરના કાયમી નિવાસી (LPR)ના દરજ્જા માટે અરજી કરે, પરંતુ ગ્રીન કાર્ડ માટે મંજૂરી મેળવ્યા પહેલા 21 વર્ષના થઈ જાય છે, તો તેમને ઈમિગ્રેશન હેતુઓ માટે બાળક ગણવામાં આવતું નથી. આને “એજિંગ આઉટ” કહેવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે વ્યક્તિએ કદાચ નવી અરજી ફાઇલ કરવી પડશે, ગ્રીન કાર્ડ માટે વધુ રાહ જોવી પડશે અથવા તે હવે લાયક પણ ન હોઈ શકે.

વ્હાઈટ હાઉસે આ કાયદાકીય મડાગાંઠ માટે રિપબ્લિકન પાર્ટીને દોષી ઠેરવતાં જણાવ્યું હતું કે તેઓએ બે વખત દ્વિપક્ષીય કરારને નકારી કાઢ્યો હતો. 13 જૂનના રોજ ઇમિગ્રેશન, સિટીઝનશિપ અને બોર્ડર સેફ્ટી પરની સેનેટ ન્યાયિક સબકમિટીના અધ્યક્ષ સેનેટર એલેક્સ પેડિલા અને પ્રતિનિધિ ડેબોરાહ રોસની આગેવાની હેઠળ 43 સાંસદોના ગ્રુપે આ વ્યક્તિઓને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા બાઇડન વહીવટીતંત્રને વિનંતી કરી હતી. સાંસદોએ જણાવ્યું હતું કે આ યુવાનો અમેરિકામાં મોટા થાય છે, અમેરિકન સ્કૂલ સિસ્ટમમાં ભણ્યા છે અને અમેરિકન સંસ્થાઓમાંથી ડિગ્રી સાથે સ્નાતક થાય છે. જોકે ગ્રીન-કાર્ડના લાંબા બેકલોગને કારણે મંજૂર ઇમિગ્રન્ટ પિટિશન ધરાવતા પરિવારો ઘણીવાર કાયમી નિવાસી દરજ્જા માટે દાયકાઓ સુધી રાહ જોતા અટકી જાય છે.

ડોક્યુમેન્ટ ડ્રીમર્સનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠન ‘ઇમ્પ્રુવ ધ ડ્રીમ’ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે 100થી વધુ કોંગ્રેસની કચેરીઓ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.

‘ઇમ્પ્રુવ ધ ડ્રીમ’ના સ્થાપક દીપ પટેલે જણાવ્યું હતું કે આ અંગે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી અને સંબંથિ કાયદાને અગ્રતા મળતી નથી અને તેથી તેમાં વિલંબ થઈ રહ્યો છે, તે નિરાશાજનક છે.  હું આશા રાખું છું કે પ્રેસિડન્ટ બાઇડન અને વહીવટીતંત્ર આ દ્વિપક્ષીય પત્રમાંથી સમર્થન જોશે અને બતાવશે કે તેઓ કોંગ્રેસના સૌથી દ્વિપક્ષીય મુદ્દાઓ પૈકીના એકની કાળજી રાખે છે.

LEAVE A REPLY