પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે ગુરુવારે સંસદને માહિતી આપી હતી કે યુએઈમાં ભારતના 25 નાગરિકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, પરંતુ ચુકાદાનો હજુ સુધી અમલ થયો નથી.

ભારતના કેટલા નાગરિકો વર્ષોથી વિદેશની જેલમાં બંધ છે અને કેટલાંક લોકોને વિદેશમાં મૃત્યુદંડ સજા થઈ છે તેવા સવાલના જવાબમાં વિદેશ રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલમાં વિદેશી જેલોમાં ભારતીય કેદીઓની સંખ્યા 10,152 છે, જેમાં અન્ડરટ્રાયલનો સમાવેશ થાય છે.સરકાર વિદેશી જેલોમાં કેદ ભારતીય નાગરિકો ની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. મૃત્યદંડની સજા થઈ છે, પરંતુ અમલ થયો નથી તેવા ભારતની યુએઇમાં સંખ્યા 25, સાઉદી અરેબિયામાં 11, મલેશિયામાં છ, કુવૈતમાં 3 તથા ઇન્ડોનેશિયા, કતાર, અમેરિકા અને યમનમાં એક-એક છે.

LEAVE A REPLY