October 6, 2024. REUTERS/Shakil Adil

પાકિસ્તાનમાં રવિવારની રાત્રે કરાચી એરપોર્ટની નજીક ચીની નાગરિકોના કાફલાને નિશાન બનાવીને કરાયેલા બોંબ વિસ્ફોટમાં બે ચીની નાગરિકોના મોત થયા હતાં અને આઠ લોકો ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી બલુચિસ્તાનની આઝાદી માટે લડત ચલાવી રહેલી બલોચ લિબરેશન આર્મી (BLA)એ સ્વીકારીએ હતી.
પાકિસ્તાનમાં ચીની નાગરિકોને ટાર્ગેટ કરીને અત્યાર સુધી શ્રેણીબદ્ધ હુમલા કરાયો છે. પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક યોજાઈ રહી છે ત્યારે આ હુમલો થયો હતો.

BLAએ જણાવ્યું હતું કે આ એક આત્મઘાતી હુમલો હતો. વિસ્ફોટથી દેશમાં હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સ અથવા વિદેશીઓને સુરક્ષિત રાખવાની પાકિસ્તાની દળોની ક્ષમતા અંગે પણ પ્રશ્નો ઉભા થયા હતા. ઘાયલોમાં એવા પોલીસ અધિકારીઓ પણ હતા જેઓ જ્યારે હુમલો થયો ત્યારે ચીનના કાફલાને એસ્કોર્ટ કરી રહ્યા હતા.શરૂઆતમાં, પાકિસ્તાની સત્તાવાળાઓએ વિરોધાભાસી વિગતો આપી હતી અને કહ્યું હતું કે વિસ્ફોટ ઓઇલ ટેન્કરનો હોઈ શકે છે પરંતુ પોલીસે પછીથી પુષ્ટિ કરી કે તે બોમ્બ હુમલો હતો.

અલગતાવાદી જૂથના પ્રવક્તા જુનૈદ બલોચે સોમવારે જણાવ્યું હતું કે તેમના એક આત્મઘાતી હુમલાખોરે એરપોર્ટથી બહાર નીકળતા જ ચીનના એન્જિનિયરો અને રોકાણકારોના કાફલાને નિશાન બનાવ્યું હતો. બલૂચ લિબરેશન આર્મી મુખ્યત્વે અશાંત દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે પરંતુ તેણે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનના અન્ય ભાગોમાં વિદેશીઓ અને સુરક્ષા દળો પર પણ હુમલા કર્યા છે.

ઇસ્લામાબાદમાં ચીની દૂતાવાસે જણાવ્યું હતું કે પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપની (ચીન-પાકિસ્તાનનું સંયુક્ત સાહસ) ખાતે કામ કરતા ચીની કર્મચારીઓ કાફલામાં હતા ત્યારે રાત્રે 11 વાગ્યાની આસપાસ હુમલો થયો. તેમાં બે ચીની નાગરિકો માર્યા ગયા હતાં અને એક ઘાયલ થયો હતો

 

LEAVE A REPLY