પ્રતિકાત્મક તસવીર (istockphoto)

શિકાગોમાં લાંબી ફોર્થ જુલાઇના લાંબા વીકએન્ડમાં ફાયરિંગની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા. ગુરુવારથી રવિવાર સુધીની શુટિંગમાં ઘટનામાં થયેલા આ મોતનો આંકડો ગયા વર્ષની વીકએન્ડ કરતા ઘણો મોટો છે. ગયા વર્ષે 11 લોકોના મોત થયા હતા. દેશભરમાં ફાયરિંગની આવી ઘટનાઓમાં ઓછામાં ઓછા 33ના મોત થયા હતા.

શૂટિંગની અલગ-અલગ ઘટનામાં કુલ 103 લોકોને ગોળી વાગી હતી.છે. શિકાગોમાં હિંસાની વધેલી ઘટનાઓ પર શહેરના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ લેરી સ્નેલિંગ અને મેયર બ્રાન્ડન જ્હોન્સન સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના હતાં. શૂટિંગની લેટેસ્ટ ઘટના શિકાગોના ચેસ્ટરફિલ્ડમાં બની હતી જેમાં રવિવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ બે લોકોને ગોળી મારવામાં આવી હતી. આ અગાઉ  સાઉથ ઓસ્ટિનના નોર્થ સેન્ટ્રલ એવન્યુમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

રવિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ શિકાગો યુનિવર્સિટી પાસે ત્રણ લોકોને ઠાર કરાતા સિક્યોરિટી એલર્ટ ઈશ્યૂ કરાયો હતો. ઘટનાના વિટનેસના જણાવ્યા અનુસાર એક SUVમાં આવેલા હુમલાખોરો ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. શનિવારે સાંજે પણ સાઉથ શોરમાં સામસામા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 25 વર્ષનો એક યુવક રાત્રે નવ વાગ્યે ઈસ્ટ 71st સ્ટ્રીટના 1700 બ્લોક નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે લોકોએ તેને રોકીને હુમલો કર્યો હતો. આ વ્યક્તિને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું

શૂટિંગની અન્ય એક ઘટનામાં સાઉથ સાઈડ ડ્રાઈવમાં એક પુરુષનું મોત થયું હતું જ્યારે મહિલા ઘાયલ થઈ હતી. સાઉથ લૂપની ઈસ્ટ 21st સ્ટ્રીટના 100 બ્લોકમાં રાત્રે સવા અગિયાર વાગ્યે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર 26 વર્ષનો એક વ્યક્તિ 25 વર્ષની મહિલા સાથે સાઈડવૉક પર ચાલી રહ્યો હતો ત્યારે એક વ્હાઈટ SUVમાંથી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 15 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.

શુક્રવારે પણ શિકાગોમાં માસ શૂટિંગની ત્રણ ઘટના નોંધાઈ હતી, જેમાં ગ્રેટર ગ્રાન્ડ ક્રોસિંગના એક મામલામાં બે મહિલા અને આઠ વર્ષના છોકરાનું મોત થયું હતું જ્યારે બે બાળકો ઘાયલ થયા હતા અને હાલ તેમની હાલત ગંભીર છે. ઓસ્ટિન, ગ્રેટર ગ્રાન્ડ ક્રોસિંગ અને લીટલ ઈટાલીમાં પણ થયેલા માસ શૂટિંગમાં 19 લોકોનાં મોત થયા હતા. શુક્રવારે જ રાત્રે સવા બાર વાગ્યે વેસ્ટ હાસ્ટિંગ્સ સ્ટ્રીટના 1300 બ્લોકમાં ફાયરિંગની ઘટનામાં આઠ લોકોને ગોળી વાગી હતી.

 

LEAVE A REPLY