(PTI Photo)

નેપાળના કાઠમાંડુ એરપોર્ટ પર બુધવારે એક વિમાન ઉડાન ભરતાની સાથે તૂટી પડતા ઓછામાં 18 લોકોના મોત થયાં હતાં. વિમાનમાં સવાર 19 લોકોમાંથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું અને ક્રેશ થતાં આગનો ગોળો બની ગયું હતું. 50 મુસાફરોની ક્ષમતા સાથેનું CRJ200 પ્લેન ટેકઓફ સમયે કોઈ ઊંચાઈ પર ગઈ શક્યું ન હતું અને રનવે પરથી લપસી ગયું હતું અને નીચે અથડાયું હતું અને આગ લાગી હતી. ઘટનાસ્થળના વીડિયોમાં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ધુમાડાના ગોટેગોટા સાથે મોટી આગ દેખાઈ હતી. ફાયર ફાયટર અને આર્મીએ બચાવ અને રાહતની કામગીરી ચાલુ કરી હતી. વિમાનના ક્રેશનું કારણ જાણી શકાયું ન હતું.

ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ટેબલટોપ એરપોર્ટ છે જે ચારે બાજુથી ઊંડી ઘાટીઓ અને ખીણોથી ઘેરાયેલા ઉચ્ચપ્રદેશની ટોચ પર છે. તે વિશ્વના સૌથી જોખમી એરપોર્ટ પૈકી એક છે.અપૂરતી તાલીમ અને જાળવણીને કારણે નેપાળની એર ઈન્ડસ્ટ્રી વિશ્વમાં સૌથી ખરાબ એર સેફ્ટી રેકોર્ડ ધરાવે છે.

2023માં, યેતી એરલાઇન્સનું એક વિમાન પોખરા પર ક્રેશ થયું હતું જેમાં પાંચ ભારતીયો સહિત તમામ 72 લોકો માર્યા ગયા હતા. 1992 પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન કાઠમંડુ એરપોર્ટ નજીક ક્રેશ થતાં તમામ 167ના મોત થયા હતા.

LEAVE A REPLY