
કોંગ્રેસના અમદાવાદમાં બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન માટે કોંગ્રેસના ટોચના નેતાઓ, સાંસદો, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો, પાર્ટીના હોદ્દેદાર સહિત 1700 નેતાઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત પાર્ટીના 3,000 પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. ૧૭૦૦થી વધુ કોંગ્રેસના નેતાઓ શહેરભરની ૩૫ હોટલોમાં રોકાયા છે.
અમદાવાદમાં ૮-૯ એપ્રિલના રોજ યોજાઈ રહેલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું રાજ્યમાં પાર્ટીનું છઠ્ઠું અને સ્વતંત્રતા પછીનું બીજું સત્ર હશે. ૧૮૮૫માં તેની સ્થાપના પછી અમદાવાદમાં કોંગ્રેસનું આ ત્રીજું સત્ર પણ હશે.
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીના મહાસચિવ સચિન પાયલટે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના જિલ્લા એકમોને વધુ મજબૂત બનાવશે. જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપીને તેમની જવાબદારીમાં પણ વધારો કરવામાં આવશે. કોંગ્રેસ આગામી ચૂંટણીઓ મજબૂતીથી લડશે. કોંગ્રેસ અને સહયોગી પક્ષો એકજૂથ થઈને ભાજપ અને એનડીએએને મજબૂત પડકાર આપશે.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકના સ્થળની બહાર પત્રકારોને માહિતી આપતાં પાયલટે જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાનો હેતુ વધુ સશક્ત જિલ્લા એકમ બનાવવાનો છે.બુધવારેની બેઠક પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે, પરંતુ કોંગ્રેસનો હેતુ જિલ્લા પ્રદેશ કોંગ્રેસ (ડીસીસી)ના પ્રમુખોને પહેલા કરતા વધુ સશક્ત બનાવવાનો છે. ગામડાઓ, વિભાગો અને બૂથમાં પાર્ટીની પહોંચ વધારવા આવો નિર્ણય કરાશે. “વર્ષ 2025 એ સંગઠનનું વર્ષ છે જે કાર્યકરોને મજબૂત બનાવવા, આપણી પાર્ટીની વિચારધારાને વિસ્તૃત કરવા અને કોંગ્રેસ પદયાત્રાઓ અને ઘરે ઘરે જઈને જન સંપર્ક કાર્યક્રમમાં પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે
