(ANI Photo/Shrikant Singh)

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે મહાકુંભ મેળામાં જઈ રહેલા યાત્રામાં નાસભાગ મચતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને 10થી વધુ ઘાયલ થયા હતા. રેલવે સ્ટેશન પર મહાકુંભમાં જનારા મુસાફરોની ભીડ એકાએક વધી જતાં નાસભાગ મચતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજની ટ્રેનમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર એકઠાં થયાં હતાં. પ્રયાગરાજ જતી ત્રણ ટ્રેનના યાત્રીઓ એક જ સમયે પ્લેટફોર્મ પર પહોંચી ગયાં હતાં. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાંક લોકો બેભાન થઈ ગયાં હતાં. બેભાન ત્રણ મહિલાઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અધિકારીઓએ તાત્કાલિક બચાવ ટીમની સાથે રાહત કાર્યમાં મદદ કરવા માટે ચાર ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એ બંને ટ્રેનો મોડી પડતાં બંને ટ્રેનના મુસાફરો પણ પ્લેટફોર્મ પર હતાં. આ દરમિયાન પ્રયાગરાજ ટ્રેનના પ્રવાસીઓ પણ પ્લેટફોર્મ પર આવવા લાગ્યાં હતાં. એવામાં એકાએકજ પ્લેટફોર્મના એસ્કેલેટર પાસે નાસભાગ શરૂ થતાં અનેક લોકો ભીડમાં કચડાયાં હતાં. દિલ્હીના એલજી વી.કે. સક્સેનાએ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર સર્જાયેલી અવ્યવસ્થઆ અને નાસભાગની ઘટના અત્યંત કમનસીબ છે.

LEAVE A REPLY