ગુજરાત ટાઇટન્સ (GT) સામેની સોમવારની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ૧૪ વર્ષીય પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઘણા રેકોર્ડ તોડી નાખ્યાં નાખ્યાં હતાં. 14 વર્ષ અને 32 દિવસની ઉંમરના આ ખેલાડીઓ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 11 છગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 265થી વધુ હતો.તેને 38 બોલમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા.
સૂર્યવંશી IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી ભારતીય સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેને ફક્ત 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હાંસલ કરી હતી. તેને ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણના રેકોર્ડને 37 બોલમાં સદીને તોડી નાખ્યો હતો. સૂર્યવંશી IPLના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર (14 વર્ષ, 32 દિવસ) ખેલાડી પણ બન્યો હતો. વૈભવની ઉંમર 14 વર્ષ અને 32 દિવસ છે. વૈભવ સૂર્યવંશીએ એક વિશ્વ રેકોર્ડ પણ તોડ્યો હતો. તે હવે T20 ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે. તેણે IPL 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. તે સમયે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં હતો.
