પ્રતિકાત્મક તસવીર (istockphoto)
માંગમાં તંદુરસ્ત મોમેન્ટમને પગલે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરના અંતે અમદાવાદમાં મકાનોના ભાવમાં વાર્ષિક ધોરણે સરેરાશ 13 ટકાનો વધારો થયો છે, એમ ક્રેડાઈ અને કોલિયર્સના અહેવાલમાં જણાવાયું હતું. દિલ્હી-એનસીઆર (30%) અને બેંગલુરુ (28%) પછી અમદાવાદમાં દેશમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ ભાવ વધારો જોવા મળ્યો હતો. શહેરમાં મિડ-સેગમેન્ટમાં નોંધપાત્ર વેચાણ જોવા મળ્યું હતું.આગામી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે માંગ મજબૂત રહેવાની ધારણા છે.
રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં મકાનોના ભાવ બીજા ક્વાર્ટરના અંતે સરેરાશ 13% વધીને રૂ.7,335 પ્રતિ ચોરસ ફૂટ (કાર્પેટ) થયો હતો. 2024ના Q1ની તુલનામાં અમદાવાદમાં મકાનોની કિંમતોમાં 2% નો વધારો થયો હતો.
રિપોર્ટમાં જણાવાયું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેના કારણે મકાનોની ડિમાન્ડ હજુ વધશે. વેચાયા વગરના મકાનોની ઈન્વેન્ટરીમાં 8 ટકાનો ઘટાડો થયો છે અને જે ઈન્વેન્ટરી છે તેમાં પણ 64 ટકા મકાનો એફોર્ડેબલ અને મિડ સાઈઝ સેગમેન્ટમાં છે. સેન્ટ્રલ વેસ્ટ અમદાવાદમાં આવતા આંબાવાડી, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર અને પાલડી તથા પૂર્વના એરિયા બાપુનગર, મણિનગર, ઈસનપુર, નરોડા અને વસ્ત્રાલમાં સૌથી વધારે માગ જોવા મળી હતી. અને ભાવમાં અનુક્રમે 16 ટકા અને 14 ટકાનો વધારો થયો હતો.
રિપોર્ટ મુજબ ભારતમાં એવરેજ હાઉસિંગ પ્રાઈસ 12 ટકા વધીને 10,804 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હતી. મકાનના ભાવમાં સળંગ 14મા ક્વાર્ટરમાં વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY