મુંબઈના જાણીતા ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા ટાપુ તરફ જતી વખતે બોટ પલટી ખાઇ જતાં જતાં 10 નાગરિકો અને નૌકાદળના ત્રણ સૈનિકો સહિત 13 લોકોના મોત થયા હતાં અને 101 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ નેવીની એક સ્પીડ બોટના એન્જિન ટ્રાયલ ચાલી રહ્યું હતું, તેને નિયંત્રણ ગુમાવ્યું હતું અને મુંબઈ નજીક જવાહર દ્વીપ (બુચર આઈલેન્ડ) પાસે પેસેન્જર ફેરી નીલ કમલ સાથે અથડાઈ હતી અને તેનાથી પેસેન્જર બોટ ડુબી ગઈ હતી. આ બોટ પર કુલ 109 લોકો મુસાફરી કરી રહ્યા હતા. એમાં પાંચ ક્રૂ મેમ્બર હતા.

ફેરી મુસાફરોને ગેટવે ઓફ ઈન્ડિયાથી લોકપ્રિય પર્યટન સ્થળ એલિફન્ટા ટાપુ તરફ લઈ જઈ રહી હતી.”કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સાથે સંકલન કરીને નેવી દ્વારા તરત જ શોધ અને બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ચાર નૌકાદળના હેલિકોપ્ટર, 11 નેવલ ક્રાફ્ટ, એક કોસ્ટ ગાર્ડ બોટ અને ત્રણ મરીન પોલીસ બોટ બચાવ પ્રયાસોમાં સામેલ હતાં. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ 56 લોકોને ઝડપથી બચાવ્યા હતા.

વડાપ્રધાને મુંબઈમાં બોટ દુર્ઘટનામાં મૃતકોના દરેક મૃતકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયાની અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

હવામાન ચોખ્ખું હતું, તેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લેવા પહોંચ્યા હતા, જેમાંથી ઘણા બોટિંગ માટે દરિયામાં ગયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક બોટ કિનારાથી નીકળીને 50 મીટર સુધી દરિયાની અંદર ગઈ.

ઉલ્લેખનીય છે કે, ગેટવે ઓફ ઈન્ડિયા અને એલીફન્ટા વચ્ચે કુલ અંતર 13 કિલોમીટરનું છે. આ અંતર પસાર કરવામાં એક કલાકનો સમય લાગે છે. મુંબઈમાં ટૂરિસ્ટને એલિફન્ટા ગુફા લઈ જવા માટે ફેરી સેવા ચલાવવામાં આવે છે. એલિફન્ટા ગુફાઓમાં મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત ચિત્રો અને મૂર્તિઓ છે. આ ગુફાને યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે.

LEAVE A REPLY