ગુજરાતના ધોલેરા સ્માર્ટ સિટીની નિર્માણ કાર્ય (ANI Photo)

મોદી કેબિનેટે બુધવારે ગુજરાતના ધોલેરા અને ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાની જેમ ૧૦ રાજ્યમાં વૈશ્વિક કક્ષાના નવા ૧૨ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીના નિર્માણની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટમાં સરકાર આશરે રૂ.28,602 કરોડનું રોકાણ કરશે અને તેમાં રૂ.1.5 લાખ કરોડનું ખાનગી રોકાણ આવવાની સંભાવના છે. તેનાથી એક મિલિયન લોકોને સીધી રોજગારી અને 3 મિલિયન લોકોને આડતકરી રોજગારી મળશે.

આ પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડના ખુર્પિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના ડિઘી, કેરલના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના ઝહીરાબાદ, આંધ્રપ્રદેશના ઓર્વાકલ અને કોપ્પર્થી, રાજસ્થાનના જોધપુર-પાલી તેમજ હરિયાણાના એક વિસ્તારની પસંદગી કરાઈ છે.

કેબિનેટની બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનઆઇસીડીપી) હેઠળ નવા ૧૨ પ્રોજેક્ટની દરખાસ્તને મંજૂરી આપી છે. અત્યારે ધોલેરા (ગુજરાત) સહિતના આઠ શહેરને ઔદ્યોગિક શહેર બનાવવાનું કામ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આ સાથે દેશમાં ઔદ્યોગિક શહેરોની સંખ્યા વધીને ૨૦ થશે. પ્રોજેક્ટ્સ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

 

LEAVE A REPLY