પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કરાયેલી મફત સર્જરી અને સારવાર દરમિયાન ત્રણ વર્ષમાં 112 લોકોના મોત થયાં હતાં. હોસ્પિટલમાં PMJAY લાભાર્થી બે દર્દીના મોત પછી આ હોસ્પિટલની તપાસ ચાલે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો.

બેરિયાટ્રિક સર્જન અને હોસ્પિટલના ડિરેક્ટર પૈકીના એક ડૉ. સંજય પટોલિયાની ધરપકડ કર્યાના થોડા દિવસોની તપાસ પછી આ ઘટસ્ફોટ કર્યો હતો. ગયા મહિને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય) હેઠળ બે દર્દીઓના મોત પછી આ હોસ્પિટલનો કાંડ બહાર આવ્યો હતો. હોસ્પિટલે સરકારી યોજના પૈસા મેળવવા માટે બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી હોવાનો આરોપ છે.

મદદનીશ પોલીસ કમિશનર ભરત પટેલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2021થી ઓક્ટોબર 2024 ની વચ્ચે, લગભગ 8,500 દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અથવા અલગ-અલગ સર્જરી કરાવી હતી. તેમાંથી 3,842 વ્યક્તિઓએ PMJAY જેવી સરકારી યોજનાઓ હેઠળ મફત સારવાર મેળવી હતી. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ 3,842 લાભાર્થીઓમાંથી, આ ત્રણ વર્ષમાં સારવાર દરમિયાન અથવા પછી 112 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મૃત્યુની તપાસ માટે તબીબી નિષ્ણાતોની મદદ લેવાશે.

અત્યાર સુધીમાં, ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટીના સીઈઓ રાહુલ જૈન અને ડાયરેક્ટર (માર્કેટિંગ) ચિરાગ રાજપૂત સહિત સાત લોકોની ધરપકડ કરી છે. વધુ બે આરોપીઓ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ (જે વિદેશમાં છે) અને ડિરેક્ટર રાજશ્રી કોઠારી હજુ પણ ફરાર છે

LEAVE A REPLY