(ANI Photo)

મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવાર, 11 નવેમ્બરે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ કુકી બળવાખોરોના મોત થયા હતા. આસામની સરહદે આવેલા આ જિલ્લામાં કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) નો એક જવાન પણ ઘાયલ થયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ગોળીબાર પછી સુરક્ષા દળોએ રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) અને એકે શ્રેણીની એસોલ્ટ રાઈફલ્સનો સહિતના હથિયારો જપ્ત કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મૈતૈય અને કુકી સમુદાય વચ્ચે લાંબા સમયથી હિંસા ચાલે છે.

જિરીબામમાં એક પોલીસ સ્ટેશન પર શંકાસ્પદ કુકી બળવાખોરોએ બે બાજુથી જોરદાર હુમલો કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ સ્ટેશનની બાજુમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો માટે રાહત શિબિર પણ છે.હુમલાખોરોએ કેમ્પને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. જીરીબામના બોરોબેકરાના આ પોલીસ સ્ટેશનને તાજેતરના મહિનાઓમાં ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા પછી, શંકાસ્પદ કુકી બળવાખોરો પોલીસ સ્ટેશનથી 1 કિમી દૂર જકુરાડોર કરોંગમાં એક નાની વસાહત તરફ ભાગ્યા હતા અને ઘરોને આગ લગાડવાનું શરૂ કર્યું હતું .કુકી નાગરિક સમાજ જૂથોએ “ગામના સ્વયંસેવકો” તરીકે ઓળખાતા લોકોના મૃત્યુ પર તેમના પ્રભુત્વવાળા વિસ્તારોમાં બંધની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY