પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાની ચૂંટણીમાં સંખ્યાબંધ ભારતીય અમેરિકન ઉમેદવારોએ ખાસ તો ડેમોક્રેટીક પાર્ટી માટે સારો દેખાવ કર્યો છે. વિવિધ રાજ્યોમાં મળી કુલ 11 ભારતીય અમેરિકનો વિજેતા રહ્યા હતા, તો ત્રણનો પરાજય થયો હતો.

રેણુકા માયાદેવઃ વિસ્કોન્સિન સ્ટેટ એસેમ્બલીમાં ડિસ્ટ્રિક્ટ 77માંથી વિજેતા. તેઓ હાલ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થમાં કામ કરી રહ્યા છે. તેઓ આ પહેલા યુનાઇટેડ વે સેન્ટ્રલ ઓહાયોમાં કામ કરતા હતા.

અરવિંદ વેંકટઃ 50 વર્ષના અરવિંદ વેંકટ પેન્સિલ્વેનિયા હાઉસ ઓફ રીપ્રઝેન્ટેટીવમાં ફરીવાર ચૂંટાયા છે અને તેમણે ડિસ્ટ્રીક્ટ 30નું પ્રતિનિધિત્વ કરવાની બીજી વાર તક પ્રાપ્ત કરી છે. ઇમરજન્સી રૂમ ફિઝિશિયન એવા વેંકટ અગાઉ નવેમ્બર 2022માં ચૂંટાયા હતા અને તેમણે આ સાથે જ સ્ટેટ હાઉસમાં સેવા આપનારા પહેલા ભારતીય અમેરિકન તરીકે ઇતિહાસ સર્જ્યો હતો.

નબીલા સૈયદે ઇલિનોઇસ સ્ટેટ હાઉસમાં પોતાની સીટ જાળવી રાખી છે. તેમણે પોતાના રીપબ્લિકન હરીફ ટોસી ફોડિકને હરાવ્યા હતા. તેમણે 55 ટકા કરતા વધારે મત મેળવ્યા હતા. તેમણે 51માં ડિસ્ટ્રીક્ટમાંથી જીત મેળવી હતી.
ડેમોક્રેટીક નેતા જેરેમી કૂની ન્યૂયોર્કના 56માં સ્ટેટ સેનેટ ડિસ્ટ્રીક્ટમાંથી ફરીવાર ચૂંટાયા છે. તેમણે ગેટ્સના પૂર્વ પોલીસ વડા જીમ વાનબ્રેડરોડને હરાવ્યા હતા. કૂનીને કોલકાતાના એક અનાથાશ્રમમાંથી દત્તક લેવાયા હતા. તેમનો ઉછેર રોચસ્ટરના એક સિંગલ માતાએ કર્યો હતો.

ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ફરીવાર ચૂંટાયા છે. તેઓ ડિસ્ટ્રીક્ટ 36નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે ન્યૂયોર્કના સિટી મેયરપદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરતા વર્તમાન મેયર એરિક એડમ્સ સામે મેદાનમાં ઉતર્યા છે. તેઓ ચૂંટાશે તો શહેરના પહેલા મુસ્લિમ મેયર બનશે. તેઓ પ્રખ્યાત ફિલ્મ નિર્માત્રી મીરા નાયર અને રાજકીય વિશ્લેષક મહેમૂદ મમદાનીના પુત્ર છે.

જેનિફર રાજકુમાર ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં ફરીવાર ચૂંટાયા છે. તેઓ સાઉથ ક્વીન્સમાં ડિસ્ટ્રિક્ટ 38નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ 2021થી અલ્બાની લોઅર ચેમ્બરમાં સેવા આપી રહ્યા હતા.

નીમા કુમારી કેન્ટુકી હાઉસ ઓફ રીપ્રેન્ઝેન્ટેટીવમાં ડિસ્ટ્રિક્ટ 40નું પ્રતિનિધિત્વ કરે છે. તેમને 10,293 મત મળ્યા હતા અને રીપબ્લિકન પાર્ટીએ ઉમેદવાર ઉભો નહીં કરતા તેમનો નિર્વિરોધ વિજય થયો હતો.

રંજીવ પુરી મિશિગન હાઉસ ઓફ રીપ્રેન્ઝન્ટેટીવમાં ચૂંટાયા છે. તેઓ ડિસ્ટ્રીક્ટ 24થી ત્રીજી ટર્મ માટે ચૂંટાયા છે.
વર્મોન્ટ સ્ટેટ સેનેટર કેશા રામ હિન્સદાલે ત્રીજી વાર ચૂંટાયા છે. તેમણે 21,498 મત મેળવ્યા હતા.

ડેમોક્રેટ રુબેન ડિસિલ્વા નેવાડા સ્ટેટ એસેમ્બલીમાં ડિસ્ટ્રીક્ટ 28માં ફરીવાર ચૂંટાયા છે. 38 વર્ષીય ડિસિલ્વા બિનહરિફ ચૂંટાયા હતા.

સ્ટેટ સેનેટર નિકિલ સવાલ ડિસ્ટ્રીક્ટ 1માં ફરીવાર ચૂંટાયા છે. તેમની ચૂંટણી સેન્ટ્રલ ફિલાડેલ્ફિયાથી થઇ છે. તેઓ પેનિસિલ્વેનિયા સ્ટેટ સેનેટમાં ચૂંટાનારા પહેલા સાઉથ એશિયન અમેરિકન હતા
પરાજય

ડેમોક્રેટ નેતા એના થોમસ પેન્સિલ્વેનિયાના 137માં જિલ્લામાં રીપબ્લિકન ઉમેદવાર સામે ખુબ જ તીવ્ર સ્પર્ધામાં પરાજીત થયા હતા.

પેનિસિલ્વેનિયાના 18માં લેજિસ્લેટીવ ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ નેતા આનંદ પટેલનો રીપબ્લિકન ઉમેદવાર કેસી ટોમલિન્સન સામે પરાજય થયો હતો.

ડેમોક્રેટ નેતા મિનિતા સંઘવી ન્યૂયોર્કના 44મા ડિસ્ટ્રીક્ટમાંથી સ્ટેટ સેનેટ માટે ચૂંટણી લડ્યા હતા અને રીપબ્લિકન નેતા જિમ ટેડિસ્કો સામે પરાજય થયો હતો.

LEAVE A REPLY