
લેબર ચાન્સેલર રશેલ રીવ્સ £2 બિલિયનના વિશાળ વ્હાઇટહોલ બચત અભિયાનના ભાગ રૂપે 10,000 સિવિલ સર્વન્ટ્સની નોકરીઓ કાપવાની તૈયારી કરી રહ્યા છે. સ્પ્રિંગ સ્ટેટમેન્ટ પહેલાં તેમણે ચેતવણી આપી હતી કે આ પગલું તેમની “કઠિન” પસંદગીઓ શામેલ હશે અને તેમણે કહ્યું હતું કે ગયા વર્ષના બજેટથી ‘દુનિયા બદલાઈ ગઈ છે.’
તેમણે મેન્ડરિન્સને 2029-30 સુધીમાં વિભાગીય વહીવટી બજેટમાંથી 15 ટકા કાપ મૂકવાનો આદેશ આપ્યો છે જેને કારણે અંદાજે £2.2 બિલિયન પ્રતિ વર્ષ બચશે અને તે રકમ “ફ્રન્ટલાઈન” સેવાઓ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
આ યોજનાઓ અંગે યુનિયનોએ “અરાજકતા” ની ચેતવણી આપી કહ્યું છે કે વર્ષોના ઓછા ભંડોળ પછી જાહેર સેવાઓને નુકસાન થશે.
લિબરલ ડેમોક્રેટના પ્રવક્તાએ કહ્યું હતું કે “અલબત્ત, અમે વધુ કાર્યક્ષમ સિવિલ સર્વિસ જોવા માંગીએ છીએ. પરંતુ તે શક્ય બનશે નહીં. હવે આપણે નક્કર દરખાસ્તો જોવાની જરૂર છે. આ સરકારને અર્થતંત્રને વિકસાવવામાં પણ મદદ કરશે નહીં.”
શ્રીમતી રીવ્સને તેમના પોતાના નાણાકીય નિયમોને પૂર્ણ કરવા માટે બલિયન્સ પાઉન્ડની બચતની જરૂર પડશે, કારણ કે ધીમી આર્થિક વૃદ્ધિ અને અપેક્ષા કરતાં વધુ ઉધાર તેમના વિકલ્પોને મર્યાદિત કરે છે. તેમણે આ અઠવાડિયે કરવેરા વધારાની શક્યતાને નકારી કાઢી છે, જેનો અર્થ એ થાય કે ખર્ચમાં ઘટાડો એ હિસાબ સંતુલિત કરવાનો એકમાત્ર રસ્તો છે.
તેમણે એવો પણ સંકેત આપ્યો કે લેબર ડોનાલ્ડ ટ્રમ્પના દંડાત્મક વેપાર ટેરિફના ભયને ટાળવા માટે £1 બિલિયન-પ્રતિ-વર્ષનો ડિજિટલ સર્વિસ ટેક્સ રદ કરી શકે છે. આ ટેક્સ મોટી યુએસ ટેક કંપનીઓને લક્ષ્ય બનાવે છે.
ટોરી કેબિનેટના ભૂતપૂર્વ મંત્રી સર રોબર્ટ બકલેન્ડે શ્રીમતી રીવ્સ પર “યોજનાનો અભાવ” હોવાનો આરોપ લગાવી “બોલ્ડ કાર્યવાહી” માટે હાકલ કરી હતી.
સરકાર જાહેર પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે બતાવવાના પ્રયાસમાં, વડા પ્રધાન સર કેર સ્ટાર્મર રસ્તાની જાળવણી અને મોટરવે અપગ્રેડ માટે £5 બિલિયનનું ભંડોળ રજૂ કરનાર છે. જેમાં કાઉન્સિલો પર ખાડાઓ સુધારવા અથવા ભંડોળ ગુમાવવા માટે વધારાનું દબાણ કરવામાં આવશે.
RAC ના આંકડા દર્શાવે છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ડ્રાઇવરોને પ્રતિ માઇલ સરેરાશ છ ખાડાઓનો સામનો કરવો પડે છે, અને સમારકામ માટે પ્રતિ વાહન સરેરાશ £600 નો ખર્ચ થાય છે.
