(Photo by ARUN SANKAR/AFP via Getty Images)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સૂચિત મુલાકાત પહેલાં ભારત ખાલિસ્તાની અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ ચાલી રહેલી તપાસની વિગતો તૈયારી કરી છે. આ સંગઠનના સ્થાપક યુએસ સ્થિત વકીલ ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ સમગ્ર ભારતમાં 104 કેસ નોંધાયેલા છે.

સરકારે જારી કરેલા ગેઝેટ મુજબ SFJ વિરુદ્ધ પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને આસામમાં 96 કેસ નોંધાયા છે. બાકીના આઠની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી કરી છે. દિલ્હી હાઈકોર્ટ ટ્રિબ્યુનલે SFJ પર વધુ પાંચ વર્ષ માટે પ્રતિબંધને બહાલી આપી છે.

સરકારી ડેટા દર્શાવે છે કે SFJ વિરુદ્ધ સૌથી વધુ કેસ પંજાબમાં નોંધાયેલા છે (55) ત્યારબાદ દિલ્હી અને હરિયાણામાં દરેકમાં 13 કેસો નોંધાયેલા છે. સરકારે આ સંગઠનની અનેક વિધ્વંસક પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરી છે, જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA અજીત ડોભાલને ધમકીઓ શામેલ છે.પન્નુને આતંકવાદી કૃત્યો અને મહત્વના નેતાઓ, જાહેર વ્યક્તિઓ અને કાર્યકર્તાઓની હત્યાઓ માટે નોંધપાત્ર ભંડોળ ઊભું કર્યું હોવાના અહેવાલ છે

LEAVE A REPLY