અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં નવા વર્ષના દિવસે એક પિકઅપ ટ્રક ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં અને 30ને ઈજા થઈ. ટ્રકના ડ્રાઈવરે ભીડ અને પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ સાથેના ગોળીબાર હુમલાખોરનું પણ મોત થયું હોવાની શક્યતા છે.ન્યૂ ઓર્લિયન્સના મેયર કેન્ટ્રેલ ઘટનાને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્રેન્ચ ક્વાર્ટર તરીકે ઓળખાતા શહેરના એક ભાગમાં કેનાલ અને બોર્બોન સ્ટ્રીટના વચ્ચે પિકઅપ ટ્રક તેજ ગતિએ નવા વર્ષની ઉજવણી કરેલા લોકોના ટોળામાં ધૂસી હતી. પીકઅપ ટ્રકના ડ્રાઈવરનો ઇરાદો હત્યાકાંડ કરવાનો હતો. ઘટનાસ્થળથી એક શંકાસ્પદ વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યું હતું. ન્યૂ ઓર્લિયન્સની કટોકટી સજ્જતા અભિયાન NOLA રેડીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે 30 લોકો ઘાયલ થયાં હતાં, જેમને NOEMS દ્વારા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 10ના મૃત્યુ થયાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઇવરે શક્ય તેટલા વધુ લોકોને મારવાનો પ્રયાસ કર્યો હતો અને બે પોલીસ કર્મચારીઓને પણ ગોળી વાગી હતી અને ઘાયલ થયાં હતાં. ગુનેગારે તેના વાહનમાંથી અમારા અધિકારીઓ પર ગોળીબાર હતો અને તેનું વાહન ભીડને અથડાવ્યું હતું. અમારા બે અધિકારીઓને ગોળી વાગી છે. તેઓની હાલત સ્થિર છે.
લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ આ ઘટનાને “હિંસાનું ભયાનક કૃત્ય” ગણાવ્યું હતું.ઇમરજન્સી સત્તાવાળાઓએ જણાવ્યું કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર લગભગ 3.15 વાગ્યે બની હતી. તે સમયે, ફ્રેન્ચ ક્વાર્ટર, જે તેના બાર, રેસ્ટોરન્ટ અને જાઝ ઇતિહાસ માટે પ્રખ્યાત છે, તે નવા વર્ષની ઉજવણી કરનારા લોકોથી ભરેલું હશે. ટ્રક ભીડમાં ધૂસી જાય તે પહેલા તેનો ડ્રાઇવર કૂદીને બહાર નીકળ્યો હતો અને પોલીસ સામે ફાયરિંગ ચાલુ કર્યું હતું.