(PTI Photo)

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં શનિવાર, 16 નવેમ્બરે એક મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 બાળકોના મોત થયા હતા અને અન્ય 16 ઘાયલો જીવન માટે લડત લડી રહ્યાં હતા. કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં આ ઘટના બની ત્યારે તેમાં 50થી વધુ બાળકો દાખલ હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અવિનાશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં શુક્રવારે રાત્રે 10.45 વાગ્યે સંભવતઃ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બાળકો એનઆઈસીયુના બહારના ભાગમાં હતા તેઓને બચાવી લેવામાં આવ્યા હતાં અને અંદરના ભાગમાં રહેલા કેટલાક બાળકોને પણ બચાવી લેવાયા હતા.મધ્યરાત્રિની આસપાસ હોસ્પિટલ પહોંચેલા ડિવિઝનલ કમિશનર ઝાંસી બિમલ કુમાર દુબેએ પત્રકારોને જણાવ્યું હતું કે એનઆઈસીયુના આંતરિક ભાગમાં લગભગ 30 બાળકો હતા અને તેમાંથી મોટાભાગનાને બચાવી લેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી અને ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આદેશ આપ્યાં હતાં.

LEAVE A REPLY