(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બુધવાર, 15 જાન્યુઆરીએ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળમાં INS સુરત, INS નીલગીરી નામના બે યુદ્ધજહાજ અને INS વાઘશેર નામની એક સબમરિન સામેલ કરાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 33 જહાજો અને સાત સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી છે.ભારતનું સંરક્ષણ ઉત્પાદન રૂ. 1.25 લાખ કરોડને પાર કરી ગયું છે અને 100થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારત એક મોટી દરિયાઈ શક્તિ બની રહ્યું છે અને વિશ્વમાં એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે ઓળખાઈ રહ્યું છે.ભારતે હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્થન આપ્યું છે.

મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક સુરક્ષા, અર્થતંત્ર અને ભૌગોલિક રાજકીય ગતિશીલતાને દિશા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ‘પ્રાદેશિક દરિયાઇ સીમા, નેવિગેશનની સ્વતંત્રતા અને સુરક્ષિત વેપાર સપ્લાય લાઇન અને દરિયાઈ માર્ગોનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.ભારત વિકાસ માટે કામ કરી રહ્યું છે, વિસ્તારવાદ માટે નહીં.

INS નીલગિરી પ્રોજેક્ટ 17A સ્ટીલ્થ ફ્રિગેટ ક્લાસનું મુખ્ય જહાજ છે. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ખાતે તેનું નિર્માણ કરાયું હતું.તે અદ્યતન સ્ટીલ્થ ટેક્નોલોજી ધરાવે છે. તે આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ છે અને તેમાં આધુનિક એવિયેશન ફેસિલિટી છે, જેનાથી MH-60R સહિત અનેક પ્રકારના હેલિકોપ્ટર ઉડ્ડયન થઈ શકે છે.

INS સુરત પ્રોજેક્ટ 15B સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ક્લાસનું ચોથું અને અંતિમ જહાજ છે. INS વાઘશીર સ્કોર્પિન-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળની છઠ્ઠી અને અંતિમ સબમરીન છે

LEAVE A REPLY