Vol. 3 No. 204 About   |   Contact   |   Advertise 11th June 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
‘ફફડી ઉઠેલા’ ડોક્ટર્સને વધુ મૃત્યુનો ડર

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કોરોનવાઈરસથી એશિયન અને બ્લેક લોકોના વધુ પડતા મોત અને તેમને અપ્રમાણસર વધારે અસરની સમીક્ષા કરતા જણાયું હતું કે આ સમય દરમિયાન મૃત્યુ પામનારા 17 ડોકટરોમાંના 16 ડોક્ટર્સ BAME સમુદાયના હતા એમ ‘ગરવી ગુજરાત’ને જાણવા મળ્યું છે. ડૉક્ટર્સ યુનિયન બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ને ડર છે કે રોગચાળાને લગતા નિયંત્રણમાં સરકારના “નેતૃત્વની સંપૂર્ણ નિષ્ફળતા”ના કારણે વધુ તબીબો બિનજરૂરી રીતે મોતને ભેટશે.

Read More...
બ્લેક લાઈવ્સ મેટર’- અમેરિકામાં હિંસક દેખાવોમાં ભારતીયોની શોપ્સ, રેસ્ટોરેન્ટ્સ પણ લૂંટ, તોડફોડની નિશાન બની

જ્યોર્જ ફલોઈડના પોલીસ કસ્ટડીમાં મૃત્યુના પગલે અમેરિકાથી શરૂ થયેલા દેખાવો અને હિંસા યુરોપ તથા વિશ્વના અન્ય ભાગોમાં પણ ફેલાયા છે અને હજી પણ તે ચાલી રહ્યા છે. ન્યૂ યોર્કના બ્રુકલિન વિસ્તારમાં સોમવારે (8 જુન) રાત્રે ગોળીબારની જુદી જુદી ઘટનાઓમાં 10 મિનિટમાં 7 લોકોને ઈજાઓ થઈ હતી. આમાંથી 23 વર્ષની એક યુવતીની હાલત ગંભીર છે. મોડેથી મળેલા અહેવાલો મુજબ શિકાગોમાં 31મી મેના રોજ એક જ દિવસમાં ગોળીબારમાં 18 લોકોના મોત નિપજ્યા હતા અને નિષ્ણાતોના મતે શહેરમાં 60 વર્ષમાં તે સૌથી વધારે હિંસાખોરીનો દિવસ બની રહ્યો હતો.

Read More...
BAME સગર્ભા મહિલાઓ પર મોટુ જોખમ છે: આરસીએમ

કોવિડ-19ના ચેપ સાથે યુકેની હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી અડધાથી વધુ સગર્ભા સ્ત્રીઓ શ્યામ, એશિયન અને અન્ય વંશીય લઘુમતી (BAME) જૂથોની હતી તેમ બીએમજે દ્વારા સોમવાર તા. 8 જૂનના રોજ પ્રકાશિત થયેલા એક અભ્યાસમા જણાવતા રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સ (આરસીએમ)એ તાત્કાલિક પગલા લેવાની હાકલ કરી છે.

Read More...
યુ.એસ.ના ન્યાય વિભાગે પ્રિન્સ એન્ડ્રુની પૂછપરછ કરવા મંજૂરી માંગી

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે પીડોફાઇલ જેફરી એપ્સટાઇન સાથે મિત્રતા ધરાવવા બદલ અને અન્ય આક્ષેપો હેઠળ 60 વર્ષના ડ્યુક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્રુને ગુનાહિત તપાસના ભાગ રૂપે પૂછપરછ કરવા માટે માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર માંગ કર્યા બાદ પ્રિન્સ એંડ્ર્યુએ અસાધારણ જાહેર લડત શરૂ કરશે એમ જણાવ્યું છે. પ્રિન્સે ‘સ્પષ્ટ રીતે’ કોઈ પણ ખોટુ કર્યાનો ઇનકાર કર્યો છે, પરંતુ 36 વર્ષની વર્જિનિયા રોબર્ટ્સે આરોપ મૂક્યો છે કે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુએ ત્રણ જુદા જુદા પ્રસંગોએ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.

Read More...
વોશિંગ્ટનમાં ગાંધીજીની પ્રતિમા તોફાનીઓએ ખંડિત કરીઃ અમેરિકાએ માફી માગી

વોશિંગ્ટનમાં કેટલાક તોફાની તત્ત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પહોંચેલા નુકશાન બદલ ભારતમાં અમેરિકાના એમ્બેસેડર કેન જસ્ટરે માફી માગી છે. કેન જસ્ટરે માફી માગતા કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે થયેલા દુર્વ્યવહારની ઘટના બદલ અમે શરમજનક છે. આ માટે હું માફી માગું છું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે યૂનાઈટેડ સ્ટેટસ પાર્ક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓની ટીમે બુધવારના રોજ ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તપાસ હાથ ધરી હતી. પ્રતિમાને વહેલી તરે સાફ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Read More...
અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં બિડેનની ઉમેદવારીને પાર્ટીની માન્યતા

અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બિડેનની ઉમેદવારી માન્ય રહી છે. બિડેનની ઉમેદવારી પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે પડકારજનક માનવામાં આવે છે. 77 વર્ષના પીઢ ડેમોક્રેટ 2009થી 2017 દરમિયાન બરાક ઓબાના શાસનમાં અમેરિકાના 47મા વાઇસ પ્રેસિડેન્ટપદે રહ્યા હતા. તેઓ ઓગસ્ટમાં વિસ્કોન્સિનમાં યોજાનારા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર થશે. અમેરિકામાં આ વર્ષે ત્રણ નવેમ્બરે પ્રેસિડેન્ટની ચૂંટણી થશે અને તેઓ 73 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ સામે હરિફ હશે.

Read More...
નારીત્વ-નારીશક્તિના પ્રવાહને વહેવા દો

મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ સૌ કોઇ માટે તકોના દરવાજા ખોલીને સર્વને સ્પર્ધાની સમાન તકો પૂરી પાડી છે. ટેકનોલોજીએ બધું જ સમાન કરી નાંખ્યું છે. તમે મહિલા હો કે પુરુષ, તમે કેટલા આગળ વધી શકો છો તેને માપવા શારીરિક તાકાત મહત્વની રહી નથી.

Read More...

  Sports
દુબઈમાં આઈપીએલ યોજવા BCCIને ઓફર

આઈપીએલની 13મી સીઝન આ વર્ષે રમાશે કે નહીં તેની અનિશ્ચિતતા વચ્ચે અમીરાત ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને ઓફર કરી છે કે તે આ વખતે આઈપીએલનું આયોજન પોતાને ત્યાં કરી શકે તેમ છે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળાને કારણે તે સ્થગિત કરી દેવાઈ છે.

Read More...
કેરેબિયન ક્રિકેટર ડેરેન સામીનો IPLમાં પણ વંશીય ભેદભાવનો આરોપ

અમેરિકામાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પાછળ પોલીસના વંશીય ભેદભાવયુક્ત વર્તન સામે સમગ્ર વિશ્વમાં આક્રોશ ફાટી નિકળ્યા પછી હવે ક્રિકેટમાં વંશીય ભેદભાવનો વિવાદ જાગ્યો છે. ભારતની લોકપ્રિય ક્રિકેટ સ્પર્ધા અને ટીકાકારોના મતે તમાશા ક્રિકેટ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની સાથે વંશીય ભેદભાવયુક્ત વર્તન કરાયાનો આક્ષેપ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી અને ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સામીએ કર્યો છે.

Read More...
વેસ્ટ ઈન્ડિઝના ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડ રમવા નહીં આવે

આવતા મહિને ત્રણ ટેસ્ટ મેચ રમવા ઈંગ્લેન્ડ આવી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ – શિમરોન હેટમેયર, ડેરેન બ્રાવો અને કીમો પોલે કોરોનાવાઈરસના રોગચાળાના ડરે પ્રવાસમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
બીજાં વિશ્વયુદ્ધ બાદની સૌથી મોટી મંદી આવશેઃ વિશ્વ બેંક

કોરોના વાઇરસને લઈને વિશ્વ બેંકે મોટી ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે, કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટી મંદી આવશે. અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્તમાં 5.2 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

Read More...
ભારતમાં 33 ટકા નાનાં ઉદ્યોગોને તાળાં લાગી જવાની શક્યતા

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં મસમોટી રાહતો સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માનવ જીવન થોડા અંશે ધબકતું થયું છે. ત્યારે લોકડાઉનમાં સારી એવી છુટછાટ અપાઈ હોવા છતાંય દેશભરમાં એક તૃત્તિયાંશ એટલે કે 33 ટકાથી વધુ સ્વ રોજગાર એકમો અને નાના તેમજ મધ્યમકક્ષાના ઉદ્યોગો તાળા ખોલીને વ્યાપાર શરૂ કરવાની સ્થિતિમાં રહ્યા નથી. એટલું જ નહીં લગભગ કાયમી ધોરણે બંધ રાખવાની નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે.

Read More...
ચાલુ વર્ષે ચીનમાં થતી વૈશ્વિક નિકાસમાં 46 ટકાના ઘટાડાની શક્યતા

કોરોના મહામારીને પગલે ૨૦૨૦માં ચીનમાં થનારી કોમોડિટીની કુલ વૈશ્વિક નિકાસમાં ૧૫.૫ બિલિયન ડોલરથી ૩૩.૧ બિલિયન ડોલર એટલે કે ૪૬ ટકાનો ઘટાડો થઇ શકે છે તેમ યુએનની એક વેપાર સંસ્થાએ જણાવ્યું છે. યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ(યુએનસીટીએડી)એ જણાવ્યું છે કે આ અહેવાલ એવા દેશો ચિંતાજનક છે જેઓ કોમોડિટી વસ્તુઓની નિકાસ પર નિર્ભર છે.

Read More...
  Entertainment

ફોર્બ્સના હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટિઝ લિસ્ટમાં અક્ષયકુમારનો ફરી સમાવેશ

સતત બીજા વર્ષે અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાની જાણીતા આર્થિક મેગેઝિન ‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટિઝ લિસ્ટમાં છે. વર્ષ 2020માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં આ વખતે અક્ષય કુમાર 52મા નંબર પર છે એટલે કે હાલમાં અક્ષયની ઉંમર પણ 52 છે અને લિસ્ટમાં તેનો નંબર પણ 52 છે. લિસ્ટમાં ટોચ પર કાયલી જેનર છે.
ફોર્બ્સનું આ લિસ્ટ જૂન 2019થી જૂન 2020 સુધીની સેલિબ્રિટીઝની પ્રી ટેક્સ કમાણીને આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી 100 લિસ્ટમાં અક્ષય કુમાર 48.5 મિલિયન ડોલર (અંદાજે 366 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. શાહરુખ ખાન સતત ત્રીજા વર્ષે અને સલમાન સતત બીજા વર્ષે આ લિસ્ટમાંથી બહાર છે.
કમાણીની આ યાદીમાં અક્ષય કુમારે જેનિફર લોપેઝ, વિલ સ્મિથ, રિહાના, જેકી ચેન જેવા ઈન્ટરનેશનલ સેલેબ્સને પાછળ મૂક્યા છે.

Read More...

મિશન ઇમ્પોસિબલ-7ના શુટિંગ માટે કોરોનામુક્ત ગામ બનાવાશે

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ -7 ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે એક ગામડું બનાવવા ઈચ્છે છે જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ન હોય. ટોમ ક્રુઝ આ જ ગામમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ઈચ્છે છે જેથી કાસ્ટ અને અને ક્રૂ સંક્રમણના ભયથી મુક્ત થઈને કામ કરી શકે.
બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ, ઓક્સફોર્ડશાયરમાં ટોમ ક્રુઝે એક ખાલી જગ્યા પર ગામડું વિકસાવવાની યોજના બનાવી છે. રિપોર્ટ મુજબ, ફિલ્મના કલાકાર અને પ્રોડ્યુસર અહીંયા વીઆઈપી ટ્રેલરમાં રહેશે જેથી સંક્રમણથી બચી શકે.

Read More...

નિકને સવારે જાગતાંવેંત જ પ્રિયંકાનું મોં જોવું ગમે છે

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની બોન્ડિંગ દેશ વિદેશમાં કોઈથી અજાણી નથી. બન્ને એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. નિક જોનાસ સવારે ઉઠીને સૌથી પહેલા પ્રિયંકાનુ મોઢુ જોવું પસંદ કરે છે. પ્રિયંકાએ એક ચેટ શોમાં તેના બેડરૂમ સિક્રેટ વિશે ખુલીને વાત કરી હતી.
પ્રિયંકા ચોપડાએ એક ચેટ શોમાં તેના બેડરૂમના રહસ્ય પર ખુલ્લેઆમ વાત કરી હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ઉંઘમાંથી ઉઠતાં વેંત જ નિક પ્રિયંકાનો ચહેરો જોવાનું પસંદ કરે છે. જ્યારે પ્રિયંકા તેને કહે છે કે-એક મિનિટ રાહ જુઓ, હું થોડો મસ્કરા લગાવી આવું’, ત્યારે નિક વારંવાર કહે છે, ‘હું તમને આમ જ જોવા માગુ છું’ પતિ-પત્ની વચ્ચે સંબંધો એવા જ હોવા જોઈએ, જ્યાં બંને કોઈ પણ બંધન વિના એકબીજાને ખુબ પ્રેમ કરી શકે છે. જો કે, તેની વાત પુરી કરતી વખતે પ્રિયંકાએ બધા છોકરાઓને સારા પતિ બનવાની કેટલીક ટીપ્સ પણ આપી.

Read More...

78 વર્ષમાં જેટલું શીખ્યો એના કરતાં વધુ લોકડાઉને સમજાવ્યુઃ બચ્ચન

કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દીધું છે. ત્યારે લોકડાઉનના પાંચમાં તબક્કાને સરકારે અનલોક-1નું નામ આપ્યું છે. હવે આ તબક્કામાં લોકોને ધીમે-ધીમે ઘણી બધી છૂટ મળી રહી છે. તાજેતરમાં બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને લોકડાઉનને લઇને પોતાનો અનુભવ ટ્વિટને મારફતે લોકો સામે વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચને લોકડાઉનને લઇને ટ્વિટ કરીને લખ્યુ છે કે, ‘આ લોકડાઉનના સમયગાળામાં મેં જેટલુ પણ શીખ્યું, સમજ્યું, અને જાણ્યું એટલું મેં મારા 78 વર્ષના સમયગાળામાં ન તો શીખ્યું હતું, ન તો સમજ્યું હતું અને ન તો જાણ્યું હતું!
આ હકિકતને વ્યક્ત કરવું, આ શીખ, સમજ અને જાણવાનું જ પરિણામ છે.’ અમિતાભ બચ્ચની આ ટ્વિટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store