UK News |
બ્લેક લાઇવ્સ મેટર: યુકેની 60 રેસીસ્ટ પ્રતિમાઓની યાદી તૈયાર કરાઇ |
બ્લેક લાઇવ્સ મેટરના સમર્થકોએ બ્રિસ્ટલમાં એડવર્ડ કોલસ્ટનની પ્રતિમાને તોડ્યા બાદ બ્લેક લાઇવ્સ મેટરના સમર્થકોની ‘ટોપલ રેસિસ્ટ’ વેબસાઇટ દ્વારા યુકેની 60 રેસીસ્ટ પ્રતિમાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે ગુલામોનો વેપાર કરતા અને રેસીસ્ટ આગેવાનોના વિવાદાસ્પદ સ્મારકો અને પ્રતિમાઓને દૂર કરવા સ્થાનિક કાઉન્સિલો અને સંગ્રહાલયોની રેસ જામી છે.
‘ગુલામી અને જાતિવાદની ઉજવણી’ કરતી પ્રતિમાઓ દૂર કરવાના અભિયાન અંતર્ગત BLM ના કાર્યકરો તા. 8ના રોજ સાંજે 5 વાગ્યે ઓક્સફર્ડમાં સેસિલ રહોડ્સના પૂતળા પાસે ‘રહોડ્ઝ યુ આર નેક્સ્ટ’ અભિયાનના ભાગરૂપે ભેગા થનાર છે. મ્યુઝિયમ ઓફ લંડને પણ સ્ટેચ્યુ ઓફ પ્લાન્ટેશન અને સ્લેવ ઓનર રોબર્ટ મિલિગનની પ્રતિમાનું પણ સ્થળાંતર કર્યું છે.
Read More... |
ધાર્મિક સ્થળોને વ્યક્તિગત પ્રાર્થના માટે ફરીથી ખોલવા મંજુરી
|
કોરોનાવાયરસ રોગચાળા પછી લાદવામાં આવેલા લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ સમગ્ર ઇંગ્લેન્ડમાં આવેલા ધાર્મિક સ્થળોને વ્યક્તિગત પ્રાર્થના માટે ફરીથી ખોલવાની સોમવાર તા. 15 જૂનથી મંજૂરી આપવામાં આવશે એમ કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીકે રવિવાર ત. 7 જૂનના રોજ જાહેરાત કરી હતી.
પ્લેસીસ ઓફ વરશીપ ટાસ્કફોર્સનું અધ્યક્ષસ્થાન સંભાળતા કોમ્યુનિટી સેક્રેટરી રોબર્ટ જેન્રીક અને વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવમાં આવ્યો હતો.
Read More... |
BAME સગર્ભા મહિલાઓ પર મોટુ જોખમ છે: આરસીએમ
|
કોવિડ-19ના ચેપ સાથે યુકેની હોસ્પિટલમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી અડધાથી વધુ સગર્ભા સ્ત્રીઓ શ્યામ, એશિયન અને અન્ય વંશીય લઘુમતી (BAME) જૂથોની હતી તેમ બીએમજે દ્વારા સોમવાર તા. 8 જૂનના રોજ પ્રકાશિત થયેલા એક અભ્યાસમા જણાવતા રોયલ કોલેજ ઑફ મિડવાઇવ્સ (આરસીએમ)એ તાત્કાલિક પગલા લેવાની હાકલ કરી છે.
આરસીએમના ચીફ એક્ઝિક્યુટિવ ગિલ વૉલ્ટને કહ્યું હતું કે “આ મુદ્દાને હલ કરવા માટે સરકાર તરફથી સ્પષ્ટ અને તાકીદની દિશા તથા નેતૃત્વની જરૂર છે. BAME પૃષ્ઠભૂમિની મહિલાઓ રોગચાળા પહેલાં તેમની ગર્ભાવસ્થામાં અને આસપાસ મૃત્યુ પામે છે.
Read More...
|
|
international news |
|
વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 73.18 લાખ કેસ નોંધાયા
|
વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 73.18 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 13 હજાર 648 લોકોના મોત થયા છે. 36 લાખ 3 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ તેનો ઈનકાર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.પાકિસ્તાને ગત મહિને પણ લોકડાઉન લાગુ કર્યું હતું.
Read More...
|
ચીનમાં ગત વર્ષે ઓગસ્ટમાં કોરોના ફેલાઇ ગયો હોવાનો હાવર્ડ મેડિકલ સ્કૂલના સ્ટડીમાં દાવો
|
ચીનમાં કોરોના વાઇરસનું સંક્રમણ ગત ઓગસ્ટમાં જ શરૂ થઇ ગયું હતું. હાવર્ડ મેડિકલ સ્કૂલના સ્ટડીમાં આ દાવો કરાયો છે. જોકે, ચીને વિશ્વને આ સંક્રમણ અંગે 31 ડિસેમ્બરે જાણ કરી હતી. સ્ટડી કરનારી ટીમે કોમર્શિયલ સેટેલાઇટ ઇમેજરીની મદદથી વુહાન શહેરની કેટલીક તસવીરોનો સ્ટડી કર્યો છે.
આ તસવીરો ઓગસ્ટ, 2019ની તથા તેના એક વર્ષ અગાઉની છે. તેમાં વુહાન શહેરની હોસ્પિટલોની બહાર મોટી સંખ્યામાં વાહનો દેખાય છે. આ અગાઉ વુહાનમાં આવી ભીડ માત્ર સંક્રમણના પગલે જ દેખાઇ છે.
Read More...
|
ન્યૂયોર્ક સિટી 78 દિવસ પછી અનલૉક, 1.23 લાખ લોકો કામ પર પાછા ફર્યા
|
અમેરિકાનું ન્યુયોર્ક સિટી 78 દિવસ પછી સોમવારે અનલૉક થયું. અહીંની મેટ્રો ટ્રેન ફરીવાર દોડવા લાગી. સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જોવા મળ્યું. પરિવહન વિભાગના અધિકારીઓ અનુસાર પહેલા દિવસે 15 ટકા એટલે કે આશરે 1,23,750 લકો કન્સ્ટ્રક્શન અને ફેક્ટરીઓમાં કામે પાછા ફર્યા. ન્યુયોર્ક સિટી અમેરિકામાં કોરોનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
Read More... |
|