UK News |
લંડનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે અભદ્ર વર્તણુંક સામે રોષ |
લંડનમાં વેસ્ટમિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાના હાથોમાં “બ્લેક લાઇવ્સ મેટર” વિરોધ પ્રદર્શન કરતા લોકોએ પ્લેકાર્ડ મૂકી અભદ્ર વર્તણુંક કરાતા લોકોમાં અને ખાસ કરીને ભારતીયોમાં વ્યાપક રોષ વ્યાપી ગયો હતો.
ભારતીય હાઈ કમિશને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓ યુકેના અધિકારીઓ સાથે નવ ફૂટ ઉંચી કાંસાની ગાંધી પ્રતિમા સાથે કરાયેલી છેડછાડ બાબતે રજૂઆત કરશે. અરૂણ જેટલી ભારતના નાણાં પ્રધાન હતા ત્યારે 2015માં અરૂણ જેટલી દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું હતું.
Read More... |
પોલીસ પરના હુમલા શરમજનક: 62 પોલીસ અધિકારીઓને ઇજા
|
‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધ પ્રદર્શન કરતા દેખાવકારો દ્વારા આચરવામાં આવેલી હિંસામાં બુધવાર તા. 3થી રવિવાર સુધીમાં લંડનમાં કુલ 62 પોલીસ અધિકારીઓ ઘાયલ થઇ ચૂક્યા છે અને 65 લોકોની ધરપકડ કરાઇ છે.
Read More... |
યુ.એસ.ના ન્યાય વિભાગે પ્રિન્સ એન્ડ્રુની પૂછપરછ કરવા મંજૂરી માંગી
|
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે પીડોફાઇલ જેફરી એપ્સટાઇન સાથે મિત્રતા ધરાવવા બદલ અને અન્ય આક્ષેપો હેઠળ 60 વર્ષીય ડ્યુક ઓફ યોર્ક, પ્રિન્સ એન્ડ્ર્યુને ગુનાહિત તપાસના ભાગ રૂપે પૂછપરછ કરવા માટે માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર માંગ કર્યા બાદ પ્રિન્સ એંડ્ર્યુએ અસાધારણ જાહેર લડત શરૂ કરશે એમ જણાવ્યું છે. પ્રિન્સે ‘સ્પષ્ટ રીતે’ કોઈ પણ ખોટુ કર્યાનો ઇનકાર કર્યો છે, પરંતુ 36 વર્ષીય વર્જિનિયા રોબર્ટ્સે આરોપ મૂક્યો છે કે તે 17 વર્ષની હતી ત્યારે પ્રિન્સ એન્ડ્ર્યુએ ત્રણ જુદા જુદા પ્રસંગોએ તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.
Read More...
|
JDDAUK – જૈન નેટવર્ક દ્વારા પ્રિઝર્વેશન ઓફ ચાઇલ્ડ હેલ્થ (પોસ્ટ કોવીડ -19) વેબિનારનુ આયોજન
|
જૈન ડોકટર્સ અને ડેન્ટિસ્ટ્સ એસોસિએશન યુ.કે. દ્વારા જૈન નેટવર્કના સહયોગથી બાળ ચિકિત્સા વેબિનાર પ્રિઝર્વેશન ઓફ ચાઇલ્ડ હેલ્થ (પોસ્ટ કોવીડ -19)નુ આયોજન તા. 14 જૂન, 2020ના રોજ સાંજે 7થી 8:15 દરમિયાન કરવામાં આવ્યું છે.
Read More... |
|
international news |
|
વિશ્વભરમાં કોરોના વાયરસના 71.94 લાખ કેસ, કુલ 4,08,628 લોકોના મોત
|
વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રણના 71.94 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 8 હજાર 628 લોકોના મોત થયા છે. 35 લાખ 35 હજાર લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. રેમન મેગ્સેસે એવોર્ડ આ વર્ષે યોજાશે નહીં. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. 60 વર્ષમાં તે ત્રીજીવાર રદ્દ થયો છે. બ્રાઝીલમાં સરકાર ઉપર 4 જૂનથી સંક્રમણના સાચા આંકડા ન જણાવવાનો આરોપ લાગી રહ્યો હતો.
Read More...
|
વિશ્વમાં કોરોના સંક્રમણના 6 મહિના વિત્યા પણ જોખમ હજીય યથાવત્ઃ WHO
|
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સોમવારે કહ્યુ કે કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ વિશ્વભરમાં કથળી રહી છે. ડબ્લ્યૂએચઓનું કહેવું છે કે એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ કહ્યુ કે અમેરિકામાં કોવિડ-19ની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. જાતિવાદ વિરુદ્ધ અમેરિકા સહિત વિશ્વભરના પ્રમુખ શહેરમાં યોજાઇ રહેલા પ્રદર્શનને જોતા સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય સંસ્થાએ પ્રદર્શનકર્તાઓને અપીલ કરી છે કે તેઓ પોતે ધ્યાન રાખે જેથી વાયરસનું સંક્રમણ વધે નહીં.
Read More...
|
અમેરિકામાં ઓગસ્ટ સુધી કોરાનાથી 1.5 લાખ લોકોના મોત થઈ શકે છે: રિસર્ચ
|
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના રિસર્ચર્સે દાવો કર્યો છે કે, ઓગસ્ટ સુધી અમેરિકામાં 1 લાખ 45 હજાર લોકોના મોત થઈ શકે છે. રિસર્ચની ટીમે શનિવારે નિવેદન જાહેર કરીને 1,40,496 મોત થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જો કે ટીમે એ વાત જણાવી નહતી કે પૂર્વાનુમાનમાં 5 હજાર લોકોના વધારો કેમ કરવામાં આવ્યો છે.
Read More... |
|