UK News |
‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધમાં હિંસા: તોફાનોમાં 35 પોલીસને ઇજા અને 36ની ધરપકડ |
અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોત પછી બ્રિટનમાં ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધ પ્રદર્શનોમાં હિંસા વધી રહી છે અને એક પ્રદર્શનકારે સેનોટાફના યુનિયન ધ્વજને બાળી નાખવાની કોશિશ કરી હતી તો તોફાને ચઢેલા ટોળાએ 17 મી સદીમાં ગુલામોનો વેપાર કરનાર એડવર્ડ કોલસ્ટનની બ્રિસ્ટલમાં આવેલી પ્રતિમાને જમીનદોસ્ત કરી દીધી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં વેસ્ટમિન્સ્ટર સ્થિત પૂર્વ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાની પ્લિન્થ પર ગ્રાફીટી કરી તેઓ રેસીસ્ટ હોવાનું લખવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનોમાં કુલ 27 પોલીસને ઇજા પહોંચી હતી.પ્રીતિ પટેલે ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધમાં હિંસા ‘સંપૂર્ણ અપમાનજનક’ જણાવી ચેતવણી આપી હતી કે હિંસા આચરનારાઓની ધરપકડ કરાશે. કેટલાક વોલંટીયરીંગ જૂથે બ્રિટિશ પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમા પરથી ગ્રાફિટિને આજે સાફ કરી હતી. Read More... |
બેસ્ટવેના સીઇઓ અને વેલ ફાર્મસીના ઝમીર ચૌધરીનું લોર્ડ્ઝમાં પ્રવચન
|
બેસ્ટવેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને વેલ ફાર્મસીના માલિક ઝમીર ચૌધરીએ હાઉસ ઓફ લોર્ડઝમાં પ્રવચન આપ્યું હતું. તેમણે સરકારના પ્રધાનને પૂછવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સરકાર નાના અને મધ્યમ કક્ષાના સાહસો માટે લાઇફ એસ્યોરન્સ સ્કીમને વધુ વિસ્તૃત કરલાનું આયોજન ધરાવે છે કે કેમ ? ખાસ તો બ્લેક અને માઇનોરિટી એથનિક વ્યક્તિઓ આ ક્ષેત્રમાં રોજગારી મેળવી રહ્યા છે અને તેમને મહત્ત્વના કામદારો તરીકે તો દર્શાવાયા છે, પણ આ સ્કીમમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
Read More... |
કોરોનાવાયરસ પછી NHS સારવાર જુદી હશે
|
NHSમાં કોરોનાવાયરસ સીવાયની સારવાર તુરંત જ ફરીથી શરૂ થઇ જશે એ માની લેવું ખોટુ છે. પરંતુ ઘણી સેવા એવી છે કે જે ક્યારેય અટકી પણ નથી. દા. ત. બાળકોના જન્મ. બીજી તરફ પહેલાંની તુલનામાં અત્યારે વધુ વિડિઓ અને ટેલિફોન કન્સલ્ટેશન થાય છે અને NHS સ્ટાફ માસ્ક અને વાઇઝર્સ પાછળથી દર્દીઓની સારવાર કરે છે.સામાન્ય રીતે અગાઉ 75 ટકા જીપી ફેસ ટુ ફેસ કન્સલ્ટેશન કરતા હતા. જે દર અત્યારે 15 ટકાથી નીચે આવી ગયો છે. પ્રારંભિક ઉત્સાહ પછી લાગ્યું છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ થાય છે.
Read More... |
|
international news |
|
વિશ્વમાં કોરોનાથી 4,05,272 લોકોના મોત અમેરિકામાં 1,12,469 લોકોના મોત
|
વિશ્વમાં કોરોનાવાઈરસના કારણે અત્યાર સુધીમાં 4 લાખ 5 હજાર 272 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોનો આંકડો 70 લાખ 85 હજાર 702 થયો છે. જોકે અત્યાર સુધીમાં 34 લાખ 59 હજાર 830 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર બે બાજુ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. અહીં સક્રમિતોનો આંકડો 20 લાખને વટાવી ગયો છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.ન્યુયોર્ક રાજ્ય અને ન્યુયોર્ક શહેર સૌથી વધુ પ્રભાવિત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું
Read More... |
વિશ્વના અનેક દેશોમાં રંગભેદ વિરોધી દેખાવો |
અમેરિકામાં પાકિસ્તાન અમેરિકાના જયોર્જ ફલોયડના પોલીસના ટોર્ચરથી મૃત્યુ બાદ જે રંગભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યાં છે તે હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ રહ્યાં છે. વોશિંગ્ટનમાં જે રીતે સતત વધતી જતી અશાંતિ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10000થી વધુ સૈનિકોને આ મેગા સીટીમાં ઉતારવાની યોજના બનાવી છે.જો કે આ પ્રકારના તોફાનોમાં લશ્કરીદળોના ઉપયોગ સામે દેશના સંરક્ષણ નિષ્ણાંતો એ ચેતવણી આપી છે.
Read More... |
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 17 દિવસમાં કોરોનાનો કેસ નહીં નોધાતા લોકડાઉન હટાવવા નિર્ણય કરાયો |
ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો સંપૂર્ણ રીતે ખાત્મો થઈ ગયો છે. જેથી હવે ત્યાંની સરકારે દેશમાંથી લોકડાઉનને હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના છેલ્લો એક્ટિવ કેસ સ્વસ્થ થયા બાદ સરકારે લોકડાઉનને હટાવવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશમાં 17 દિવસમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.
Read More... |
|